દાદર (હિન્દમાતા)થી રવિવારે ૧૧૧ સાયકલવીરોનું માતાનામઢ પ્રસ્થાન

ભુજ : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી દેશદેવી મા આશાપુરાના દર્શન કરવા માતનામઢ જવા સાયકલ વીરોનો પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી શ્રી આશાપુરા મિત્ર મંડળ હિન્દમાતા (દાદર)થી દર વર્ષે સાયકલવીરો માતાનામઢે આવે છે. આ વર્ષે ૧૧૧ જેટલા સાયકલવીરો તા.૧૦મી સપ્ટેમ્બરે માતાનમઢ માટે પ્રસ્થાન કરાશે.
મંડળના પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સાયકલવીરો માટે રૂ.ર લાખનો વીમો આપવામાં આવ્યો છે. ઉપપ્રમુખ ઈન્દ્રવિજય (પપ્પુભાઈ) ધરાડે જણાવ્યું કે, અત્યારથી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે. સાયકલ વીરોની સાથે રપ જેટલા સેવાભાવી કાર્યકરો સ્કૂટર, ગાડી અને ડીજેના સંગીત સાથે જાડાશે. વિક્રમસિંહ વી. જાડેજા અને ધનસુખપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સાયકલવીરોને યુનિફોર્મ, બુટ, મોજા, નેપકીન, કેપ, ટુવાલ, થેલો, બેટરી અને જરૂરી દવાઓ દાતાઓના સહયોગથી આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્મીચંદ કાકુભાઈ સંગાર સાયકલવીરો માટે ઠંડાપાણીની બોટલ અને રસ્તામાં સાયકલની મરમત કરી આપશે. રવિવારે સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે મહાઆરતી, બપોરે મહાપ્રસાદ અને સાંજે રાસ-ગરબા, દુહા-છંદ સાથે સાયકલવીરોનું અગ્રણીઓના હસ્તે બહુમાન કરાશે.
આ પ્રસંગે સમારોહના પ્રમુખ સ્થાને કચ્છી અગ્રણી ચેતનભાઈ ભાનુશાલી (શિરવા) જ્યારે અતિથિ વિશેષ તરીકે ગિરીશભાઈ પટેલ, કીર્તિભાઈ શાહ, શાંતિલાલ નાગડા, જયવીરસિંહ જાડેજા, ડાહ્યાલાલભાઈ આહીર, બાબુભાઈ આહીર, દિનેશ જાષી, હરખચંદ ગંગર, જયંતિભાઈ ગોગરી, પ્રતાપસિંહ જાડેજા, પ્રભાતસિંહ જાડેજા, જારૂભા જાડેજા, બટુકસિંહ વાઘેલા, તખુભા પી. રાણા, અમરસિંહ સોઢા, વનરાજસિંહ ગોહિલ, રમેશ શાહ, રામદેવસિંહ જાડેજા, મુરૂભા સોઢા, મેરૂભા ચૌહાણ, વિક્રમસિંહ એ. જાડેજા ઉપસ્થીત રહેશે. મંડળના કાર્યકરો પ્રફુલ ગોસ્વામી, રવિલાલ વ્યાસ, ભરત જાષી, દિલાવરસિંહ જાડેજા, કાનુભા સોઢા, કિશોર એમ. જાડેજા વિગેરે તૈયારીઓમાં લાગી ગયા છે. મહાપ્રસાદના દાતા તરીકે વંદનાબેન રમેશભાઈ શાહે લાભ લીધો છે. કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા કરશે.