દાણચોર સિન્ડીકેટ બેફામ : કાસેઝનું તંત્ર નાકામ : અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકી : કસ્ટમનું નાક વઢાયું

  • અમદાવાદ-ગાંધીધામ ડીઆરઆઈની ટુકડીની સતર્કતા સરાહનીય

ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સના કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાછલા ત્રણ-ચાર માસથી વધી ગયા આંટાફેરા : સોપારી આયાતમાં કસ્ટમ ડયુટી ચોરી કરાઈ : બોગસ દસ્તાવેજોના આધારે આયાત સોપારીને ડીટીએ (લોકલ બજારમા વેંચાઈ)

સોપારી લીસ્ટેડ નીતીનિયમો સાથે આયાત કરી શકાય છે, કસ્ટમ ડયુટી નિયમ અનુસારની ભરીને બહાર લઈ જઈ શકાય છે, સબંધિત કેસમાં ડીઆરઆઈએ કાસેઝમાં દીલ્હીની પાર્ટીના એસ એસ એકસપ્રેસમાં ક્રોસ વેરીફીકેશન કર્યુ છે તે વાત સાચી છે : કાસેઝ પ્રસાશન

ગાંધીધામ : દેશમાં વિદેશી હુડીયામણ તાણી લાવવા તથા નિકાસીનીતીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઝોન નિર્માણ કર્યા છે પરંતુ આ પૈકીનુ જ એક અને મહત્વપૂર્ણ એવુ કાસેજ પાછલા કેટલાક સમયથી એક યા બીજી રીતે અહીની જ ભ્રષ્ટ સિન્ડીકેટ ટોળકી થકી દાણચોરી-મિસડીકલેરેશન, ડયુટીચોરી, એન્ટીડમ્પીંગ ડયુટીમા ગાલમેલ સહિતના વિષયોને લઈને વિવાદમાં આવી રહી છે તે દરમ્યાન જ વધુ એક વખત અમદાવાદ ડીઆરઆઈ પાછલા દસ દીવસમાં બે વખત કાસેજમાં લટાર મારી ગઈ જેમા અગાઉ એક યુનિટમાં દીવસ ભર ક્રોસ વેરીફીકેશનની કામગીરી કરી હતી જયારે ગઈકાલે આ જ યુનિટને કસ્ટમ ડયુટી સલગ્ન ડોકયુમેન્ટસ લઈ ગઈ હોવાનુ બહાર આવવા પામી રહ્યુ છે.ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સના કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાછલા ત્રણ-ચાર માસથી આંટાફેરા વધી ગયા હોવાની સ્થિતીએ અહીના વ્યાપાર-ઉદ્યોગ જગતમાં પણ ભારે ચિંતાનું મોજુ જ પ્રસરાવી દીધુ છે. કાસેઝમાં સારી રીતે પ્રમાણિકતાથી ધંધો કરનારા ઉદ્યોગપતિઓ એન વેપારીઓમાં ફફડાટ સાથે સવાલ ઉઠી રહ્યા છે કે અહી અમદાવાદથી ડીઆરઆઈ વારંવાર ત્રાટકી રહી છે તો ઝોન પ્રસાસન અને અહીનુ કસ્ટમવિભાગ શુ અગરબત્તી કરવા જ છે? આવા સવાલો પણ હવે વધી રહ્યા છે.હાલમા પણ બહાર આવતી માહીતી અનુસાર કાસેઝમાં સોપારી આયાતમાં કસ્ટમ ડયુટી ચોરીના પ્રકરણમાં એસ એફ એકસપ્રેસ યુનિટમાં અમદાવાદ તથા સ્થાનિક ડીઆરઆઈની ટુકડીએ ધોંષ બોલાવી દીધી છે. આવી કોઈ ફેરતપાસ થઈ છે કે નહી તે અંગે કાસેઝના પીઆરઓને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સોપારી કોઈ પ્રતિબંધિત વસ્તુમાં નથી આવતી.સોપારી લીસ્ટેડ નીતીનિયમો સાથે આયાત કરી શકાય છે, કસ્ટમ ડયુટી નિયમ અનુસારની ભરીને બહાર લઈ જઈ શકાય છે, સબંધિત કેસમાં ડીઆરઆઈએ કાસેઝમાં દીલ્હીની પાર્ટીના એસ એસ એકસપ્રેસમાં ક્રોસ વેરીફીકેશન કર્યુ છે તે વાત સાચી છે. પણ ડીઆરઆઈ તપાસ કરી રહી હોવાથી હાલના તબક્કે તેઓ વધુ કંઈ જ કહી શકે તેમ નથી. કસ્ટમ ડયુટી સહિતના સબંધિત દસ્તાવેજો જે તે પેડીના ડીઆરઆઈ દ્વારા મેળવાયા હોવાનુ પણ જણાવાયુ હતું.જાણકારો દ્વારા કહેવાય છે કે, કસ્ટમતંત્રની મીલીભગત વિના આ પ્રકારના કાંડને અંજામ આપી શકાય જ નહી. કસ્ટમમાં બની બેઠલા ચંદનના જ આ બધા જ ચલકચલાણા હોવાની વાત મનાય છે.
જો કાસેઝમાં કાર્યરત ચંદનની છઠ્ઠી ચકાસાય તો ભુતકાળમાં પણ તે જયા સેવા બજાવી છે ત્યાં ભ્રષ્ટાચાર સબબ ચડી ચુકયો છે ઝપ્ટે, તગડો વ્યહવાર કરીને કાસેજ જેવી ક્રીમ પોસ્ટીગ મેળવીને બેઠો હોવાની વાત બહાર આવી રહી છે. હકીકતમાં તો કાસેજ કસ્ટમના ડીસી અરૂણ કુમાર આવા તત્વોને દુર કરે નહી તો તેમના પર પણ છાંટા ઉડતા હવે વાર નહી લાગે જે રીતે અહી છાશવારે અમદાવાદ તથા અન્ય ડીઆરઆઈની ટુકડીઓ ત્રાટકી રહી છે.

અમદાવાદ ડીઆરઆઈની પ્રથમ તપાસમાં કેાણ કોણ હતા સામેલ? શું રંધાઈ ગયુ ?
ગાંધીધામ : સોપારી આયાત અને તેની કસ્ટમડયુટી પ્રકરણમા અમદાવાદ ડીઆરઆઈ કાસેજમા ત્રાટકી હતી. ગત દસ દીવસમાં બે વખત આ ટુકડી અહી તપાસ હાથ ધરી ગઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પ્રથમ વખત એસએફ એકસપ્રેસ નામની દીલ્હીની પાર્ટીની માલીકીના વેરહાઉસમાં પ્રથમ વખતની તપાસમાં ડીઆરઆઈની છાનબીનમા કોણ કોણ સામેલ હતા. કાસેઝ કસ્ટમમાંથી તે વખતે કોને ચકાસણીઓની જવાબદારી સોપવામા આવી હતી. તે વખતે આ છાનબીનમાં શુ રંધાઈ જવા પામી ગયુ છે? આ બાબતે તપાસ કરવામા આવે તો પણ આ પેઢીના ડયુટીચોરીના પ્રકરણ પરથી ન માત્ર પડદો ઉચકાય બલ્કે કાસેજના ભ્રષ્ટ કસ્ટમના અમુક બની બેઠેલા તત્વોના સુધી પણ રેલો લંબાઈ શકે તેમ મનાય છે.

એસએફ એકસપ્રેસએ સોપારી રી-એકસપોર્ટ કરવાના બદલે ડીટેએ કરી હોવાનો ધડાકો
કાસેજમાં આયાત કરે તો ડયુટી ફ્રી આયાત થાય, પરંતુ તે લાભ લેવા આયાત થયેલી વસ્તુ રીએસકપોર્ટ કરવાની હોય છે, ડીટીએ થાય તો તેની ડયુટી ભરવી પડે, આ ડયુટીચોરી કરવામાં આવી હોવાની સેવાય છે શંકા
ગાધીધામ : કાસેજમાં એસએફ એકસપ્રેસ નામની દિલ્હીની પેઢીએ સોપારી આયાત કર્યા બાદ તેને રીએકસપોર્ટ કરવાની નિયમ છે પરંતુ આ રીએસકપોર્ટ કરવાના બદલે ભારતની બજારમાં ડીટીએ ડાયવર્જન કરી દીધી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. એટલે ડયુટી માફીનો જે લાભ આ પેઢીએ લીધો છે તે ગેરવ્યાજબી કહી શકાય તેમ છે. ક્રોસ વેરીફીકેશન થશે એટલે આ પેઢીથી ડીઆરઆઈ-તથા કાસેજ પ્રસાસને સરકારના હિતમાં ડયુટીના લીધેલા લાભો પરત રીવકરી પેટે જમા કરાવવા જ જોઈએ.