દાંતી મહારાજ પર પનોતી : દુષ્કર્મ કેસમાં દિલ્હી પોલીસ કરશે છાનબીન

નવી દિલ્હી : દાંતી મહારાજની મુશ્કેલીમાં વધારો થાય તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. દાંતી મહારાજની સામે આશ્રમમાં જ રહેતી એક યુવતી દ્વારા ફરીયાદ કરવામા આવી છે. રપ વર્ષીય યુવતી પર રાજસ્થાન અને દિલ્હીમાં દુષ્કૃમ આચરાયું હોવાની ફરીયાદ કરાઈ છે. હવે આ કેસની તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને સોપવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.