દહેજ ભુખ્યા સાસરીયાઓએ મંગરાની ક્ષત્રીય દિકરીનો ભોગ લીધો

રાજકીય ઓથ હોતા પોલીસ ફરીયાદ બાદ પણ કાર્યવાહી નહિવત : મુંદરાના મંગરાના ભોગગ્રસ્ત પરીવાર દ્વારા ન્યાયની ગુહાર : મુંદરા તાલુકાના વિવિધ ક્ષત્રીય-રાજપુત સમાજ દ્વારા ઘટનાને વખોડાઈ

ગાંધીધામ : મુંદરા તાલુકાના મંગરા ગામની ક્ષત્રિય પરીવારની દિકરી કે જેના લગ્ન અંદાજિત સાડા ચાર વર્ષ પહેલા વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે વાસુદેવસિહ ઉર્ફે બ્રિજરાજસિંહ સાથે થયા હતા. સાડા ચાર વર્ષના લગ્ન જીવનમા બે વર્ષનો એક બાબો છે. આ દિકરીબાના જયારથી લગ્ન થયા ત્યાર પછીના એક મહીના બાદ દેહજ ભુખ્યા સાસરીયાઓનો ત્રાસ વર્તાવવાનુ ચાલુ થઈ ગયુ હતુ. સામાજીક રીતરિવાર મુજબનુ બધુ જ કરીયાવર આપ્યુ હોવા છતા તેના સાસુ ઈન્દ્રાબા તથા દિયર યોગીરાજસીહ પરીણીતાને તુ કરિવાયર કેમ ઓછો લઈ આવી છો તારા મા બાપે અમારા પરીવારને શોભે એ રીતનુ દહેજમા કાઈ આપ્યુ નથી. એ રીતે મેણા ટોણા મારી દુખ ત્રાસ આપવાનુ ચાલુ કર્યુ હતુ.
સાસરીયાઓ દ્વારા અપાતા આવા ત્રાસથી દિકરી પ્રીયાબા જયારે જયારે મંગરા આવતા ત્યારે ત્યારે પરીવારજનોને સાસરીયાઓ દ્વદારા થતી વારંવાર દહેની માંગણી અને એ લોકો દ્વારા અપાતા ત્રાસની વાત કરતા હતા. યોગાનુ યોગ પ્રિયાબાના પપ્પા ભાવસંગજીનું પ્રિયાબાના લગ્ન બાદ દોઢવર્ષના ગાળામા કેન્સરથી નિધન થયુ હતુ. ત્યારબાદ એના વિધવા માતા દ્વારા પોતાની દિકરને સાસરીયાઓએ ત્રાસ ન આપે એ માટે અવાર નવાર કુટુબ પરીવારમાથી ઉછીના લઈને પણ રોડક રૂપીયા તથા ભેટસોગાદો આપતા હતા. છતા પણ દહેજભુખ્યા સાસરીયાઓમા સાસુ અને દિયરનો ત્રાસ દીવસને દીવસે વધતો હતો. અને વધુને વધુ દહે લઈ આવાની વાત કરતા હતા. આવા અસહય ત્રાસથીકંટાળીને પરીવારે દિકીરને પિયરમા રોકાઈ જવા કહ્યુ હતુ. અને જમાઈને પણ તેમના ભાઈ અને માતા દ્વારા અપાતા ત્રાસની વાત કરી હતી. જમાઈ હવે તમારી દીકરીને કોઈ હેરાન નહી કરે તેવુ કરી અને લઈ ગયા હતા છતા પણ ત્રાસ ગુજરાતો જ હતો. અને અંતે આ ત્રાસ થકી મંગરાની દિકરી પ્રિયાબાના શ્વાસ થંભી ગયા હતા. ભોગગ્રસ્તના માતા નંદુબા ભાવસંગજી જાડેજાએ તા. ર૭મી જુન ર૦ર૧ના રોજ વાંકાનેર પોલીસ મથક તથા મોરબી એસપીને પોતાની દીકરીને મરવા માટે મજબુર-દુષ્પ્રેરણ કરવાની વિવિધ કલમો દ્વારા ફરિયાદ નોધાવાઈ હતી.ભોગગ્રસ્તના સાસુ ઈન્દ્રાબા ઝાલા તથા દિયર યોગીરાજ ઝાલા વિરૂદ્ધ ફરીયાદ નોધાવી હતી. પરંતુ આ પરીવાર રાજકીય ઓથ ધરાવતો હોવાથી તેઓની સામે કોઈ જ કાર્યવાહી થવા પામી નથી. આ બનાવને મુંદરા તાલુકા રાજપુત ક્ષત્રીય સમાજ, મુંદરા તાલુકા રાજપુત કરણીસેના, મુંદરા તાલુકા રાજપુત ક્ષત્રિય યુવા સભા, તથા વિવીધ સામાજીક સંસ્થાઓ તથા મહીલા સંગઠનો દ્વારા પણ વખોડીને આ કેસને ન્યાયિક અને પ્રમાણિક સજા તથા દોષીતોને કડકમા કડક સજા મળે એવી માંગણી કરાઈ છે.