ભુજ : તાલુકાના દહીંસરા ગામે ગાય બાબતે બોલાચાલી થતા યુવાનને લોખંડના પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં હનીફ સમાએ (ઉ.વ.રર) (રહે. બઉખા તા.ભુજ) આપેલી કેફીયત મુજબ તે દહીંસરા મધ્યે નાસ્તો કરતો હતો ત્યારે આરોપી સલીમ કમાલ સમાને પોતાના ગામ વિશે પૂછતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવાનને અપશબ્દો બોલીને માથામાં પાઈપ માર્યો હતો. જેને ૧૦૮ મારફતે સારવાર માટે જી.કે. જનરલ ખસેડાયો હતો.