દહિસરા- રામપર માર્ગે બાઈકો ટકરાતા પુત્રીની નજર સમક્ષ પિતાનું મોત

ભુજથી જામથડા જતા પિતા- પુત્રીને નડ્યો અકસ્માત : પરિવારજનોમાં ગમગીની

ભુજ : તાલુકાના દહિંસરાથી રામપર વેકરા જતા માર્ગ પર બે મોટર સાઈકલો અથડાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાને દમ તોડી દિધો હતો. પુત્રીની નજર સમક્ષ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનું ફરી વળ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના જામથડા ગામે રહેતા કરશનભાઈ અરજણભાઈ બુચિયા (ઉ.વ. ૪પ) તથા તેમના દીકરી નીતાબેન (ઉ.વ. ર૦) ભુજથી જામથડા મોટર સાઈકલ ઉપર જતા હતા, ત્યારે દહિંસરા – રામપર વેકરા માર્ગે સામેથી આવતી મોટર સાઈકલના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી એક્સિડેન્ટ કરી રોડ ઉપર ફંગોળી દેતા કરશનભાઈને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જયારે નીતાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. પુત્રીની નજર સમક્ષ પિતાનું મોત થતાં પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજું છવાઈ ગયું હતું. ગઢશીશા પોલીસ મથકના પીએસઆઈ ડી.એન. પટેલે તપાસ હાથ ધરી હતી.