દસક્રોઈ વિસ્તારમાં BJP MLA બાબુ જમના પટેલના વિરુદ્ધમાં બેનર લાગ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ધમાસાણ વધતી જઈ રહી છે. સત્તાધારી પાર્ટી BJPમાં પણ પક્ષના કાર્યકરોનો ઉમેદવારો સામેનો રોષ ઉભરીને બહાર આવી રહ્યો છે. આવા જ એક કિસ્સામાં દસક્રોઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાબુ જમના પટેલની વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહી તેમના વિરુદ્ધમાં બેનરો પણ લગાવીને તેમના સ્થાને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી પણ કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને લઈને તડામાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા પણ ઉમેદવારોની  પસંદગીને લઈને મોટાભાગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા પક્ષમાં ૭૫ વર્ષની વયમર્યાદાનો કોઈ બાધ રાખવામાં આવ્યો ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી.જેના કારણે હવે ગુંજરત વિધાનસભાની ચૂંટણીમાં ૭૫ વર્ષ કે વધુ વયના લોકોએ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આવા વરિષ્ઠ દાવેદારોમાં અમદાવાદ જિલ્લાની દસક્રોઈ બેઠકના વર્તમાન MLA બાબુભાઈ જમનાદાસ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેમની સામે વિરોધ ઉઠવા પામ્યો છે. સ્થાનિક લોકો દ્વારા પોતાની લાગણી વ્યક્ત વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. આ સાથે બાબુભાઈ જમનાદાસ પટેલના બદલે સ્થાનિક ઉમેદવારને મૂકવાની માંગણી કરવામાં આવી છે. ક્યાં ક્યાં વિસ્તારમાં બેનરો લાગ્યા દસક્રોઈ વિધાનસભા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય અને આગામી ચૂંટણીના ઉમેદવાર માટેના દાવેદાર એવા બાબુ જમના  પટેલ વિરુદ્ધ તેમના મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. દસક્રોઈ વિધાનસભા મતવિસ્તારના બારેજા, અસલાલી, બરોદરા,  પસુંજ, કુબલથલ, બિલાસિયા, એણાસણ, પરઢોલ, ઝાણું, કુહા, કઠવાડા, નિકોલ, નરોડા, લાંભા સહિતના ગામોમાં બાબુભાઈ જમનાદાસ પટેલની વિરુદ્ધમાં બેનરો લગાડવામાં આવ્યા છે.