‘દલિત’ ચહેરાથી ગાંધીધામમાં જામશે રાજકીય શતરંજ

કચ્છની ગાંધીધામ (એસસી) વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીના ઓછા વિકલ્પ

વિકાસકાર્યોના વાવાઝોડાથી રમેશભાઈ મહેશ્વરીના(૧૦૮)ની લોકપ્રીયતા છે અકબંધ

ભાજપમાં આ બેઠક પર રીપીટ થીયરીના ઉજળા સંકેતો : રમેશભાના જ કાર્યકાળમાં નગરપાલીકામાં આવી અભુતપૂર્વ બેઠકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીધામ કાર્યક્રમની ભવ્ય સફળતા, ગુજરાત ગૌવરયાત્રાનું ગુજરાત ભરની મોખરામાં રહેવા પૈકીની એક યાત્રાનું જાજરમાન આયોજન, નિર્વીવાદીત છબી, કરોડોના વિકાસકાર્યો રમેશભાઈની પસંદગી માટે બની રહેશે પલડુ ભારે : પૂર્વ સાંસદ સદસ્યા પુનમબેન જાટ તથા અમદાવાદના શૈલેષ પરમાર સહિતનાઓના નામો છે ચર્ચામાં

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા જે રીતે ૧૦૮ ઈમરજન્સીની સેવા જાહેર કરી છે તેવી જ રીતે કચ્છમાં ભાજપના ૧૦૮ ગાંધીધામ માટે રમેશભાઈ મહેશ્વરીની સેવા બની રહી હોવાની લોકપ્રીયતા તેઓએ પાછલા પાંચ વર્ષમાં હાંસલ કરી લીધી છે. ભાજપમાં આ બેઠક પર રીપીટ થીયરીના ઉજળા સંકેતો દેખાવવા પામી રહયા છે. રમેશભાઈના જ કાર્યકાળમાં નગરપાલીકામાં આવી અભુતપૂર્વ બેઠકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીધામ કાર્યક્રમની ભવ્ય સફળતા, ગુજરાત ગૌવરયાત્રાનું ગુજરાત ભરની મોખરામાં રહેવા પૈકીની એક યાત્રાનું જાજરમાન આયોજન ગાંધીધામમાં રમેશભાઈ મહેશ્વરીએ કરી દેખાડયુ છે. નિર્વીવાદીત છબી, કરોડોના વિકાસકાર્યો રમેશભાઈની પસંદગી માટે બની રહેશે પલડુ ભાર તેમ કહેવુ અતીશકયોકિતભર્યુ નહી ગણાય. પૂર્વ સાંસદ સદસ્યા પુનમબેન જાટ સહિતનાઓના નામો પણ ચર્ચામાં હોવાનુ મનાય છે.

 

કોંગ્રેસને જીતવુ હોય તો સમીપ જેવા ભ્રષ્ટતત્વોને હાંસીયામાં ધકેલે

કોંગ્રેસને નગરપાલિકામાં પણ બુરીવલ્લે જેના કાળમાં થઈ છે તેવાઓની આગેવાનીમાં કોંગ્રેસને શિક્ષીત-વેપારી-ઔદ્યોગીક નગરી ગાંધીધામ કદાપી નહી સ્વીકારે : સંગઠન માળખાને ચેતનવંતુ બનાવવા સમીપને સાઈડલાન કરો તો જ કંઈક બને ઉજળુ ચિત્ર : નહી તો સમીપની નેતાગીરી તો કોંગ્રેસના કરતા ભાજપને જ વધુ ફળી જશે

ગાંધીધામ : ગાંધીધામમાં કોંગ્રેસનો મોટો કમીટેડ વોટબેંક રહેલો છે. પરંતુ અહી ખાટલે મોટી ખોટ એવી છે કે આ ઔદ્યોગીક, શીક્ષણઅને વેપારી વસ્તીધરાવતા શહેરમાં કોંગ્રેસ દ્વારા સુકાનીપદ ભ્રષ્ટાચારના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા, જામીન પર મુકત વિચરી રહેલાઓને આપી દીધી છે. ભાજપના ભ્રષ્ટાચાર કે અન્ય કોઈ મુદામાં કોગ્રેસને અવાજ ઉઠાવવો હોય તો શુંં આવા ભ્રષ્ટ સમીપ જેવાઓને આગળ કરીને જશે તો પ્રજા સ્વીકારશે ખરા? કોંગ્રેસને જરા સહેજ પણ સારૂ પ્રદર્શન ગાંધીધામમાં કરવુ હોય તો સમીપ જેવા ભ્રષ્ટ તત્વોને સાઈડલાઈન કરવા જાઈએ. નહી તો સમીપની નેતાગીરી કોંગ્રેસન બદલે ભાજપને વધારે ફળદાયી બની જશે.

કોંગ્રેસ આ વખતે ૫ારદર્શક, નિર્વિવાદીત, સર્વપ્રિય ચહેરો કિશોર-પિંગોળને તક આપવાનું મન બનાવ્યું છે ત્યારે પણ શહેરમાં સમીપ જેવા ભ્રષ્ટ ખરડાયેલી છબ્બી વાળાની હાજરી સંગઠનમાં પાડી શકે છે મોટું ગાબડું

ભ્રષ્ટાચારમાં સપડાયેલ સમીપ ભ્રષ્ટાચાર મુદ્દે ભાષણ આપશે તો ગાંધીધામની શિક્ષીત પ્રજા તેને ‘પહેલા આરીસામાં તો મો જુઓ’નું રોકડું નહી પરખાવે

 

૨,૪૯,૪૯૭ મતદારોના લોકપ્રીય નેતાની છે જરૂર
ગાંધીધામ : આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૪૯,૪૯૭ મતદારો છે. જેમાં ૧,૩૪, ૮૧૮ પુરુષ મતદારો છે. જયારે ૧,૧૪,૬૭૯ મહિલા મતદારો છે. જેમાં કુલ ૨૫૮ પોલીંગ બુથ છે. આ વિધાનસભા બેઠક વર્ષ ૨૦૦૮માં થયેલા નવા સીમાંકન બાદ દલિત ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી હતી. જેના લીધે આ બેઠક પર અત્યાર સુધી વર્ષ ૨૦૧૨ સુધી એક જ વિધાનસભા ચુંટણી લડવામાં આવી છે.

ગાંધીધામ : કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની બેઠક ગાંધીધામ એ (એસ.સી.) એટલે દલિત ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. આ બેઠક વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકનમાં મુંદ્રા એસ.સી બેઠક રદ થઈ અને ગાંધીધામ એસ.સી. બેઠકની રચના થઈ હતી.આ બેઠક એસ.સી. કેટેગરી એટલે કે દલિત માટે અનામત હોવાથી અહી દલિત ચહેરાની શોધખોળ અંતિમ તબક્કામાં રાજકીયપક્ષો દ્વારા ચલાવાઈ રહી છે અને દલિત ચહેરાને જ આગળ કરી અને બન્ને રાજકીયપક્ષો દ્વારા રાજકીય શતરંજની સોગઠાબાજીઓ ગોઠવવામા આવે તેમ રાજકીયપંડીતો દ્દવારા માનવામા આવી રહ્યુ છે.
આ વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૧૨ માં યોજાયેલી ચુંટણીમાં ભાજપના રમેશ માહેશ્વરી ચુંટણી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રી બહેન ચાવડાને ૧૬ ટકા મતોથી હરાવ્યા હતા.જો આપણે ગાંધીધામ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો સવર્ણ ૨૪.૮ ટકા, ઓબીસી ૧૬.૯ ટકા, લધુમતી ૧૬.૬ ટકા, એસ.સી ૧૫.૫ ટકા ,અન્ય જાતિ ૧૨.૦ ટકા છે. જયારે સવર્ણ જાતીમાં સિંધી, લોહાણા, લેઉઆ પટેલ ,દરબાર, બ્રાહમણ અને ભાનુશાળી જાતીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ બેઠક અનુસૂચિત જાતી માટે અનામત છે. અનુસુચિત જાતિમાં પણ મહેશ્વરી ૪૭.૭ ટકા, ગુર્જર ૨૬.૨ ટકા, વાલ્મીકી ૧૦.૫ ટકા, વણકર ૭.૦ ટકા, ગરવા ૫.૬ ટકા અને ચારણ ૨.૯ ટકા છે.
આ બેઠક પર તમામ રાજકીય પક્ષોએ ફરજીયાત પણે અનુસુચિત જાતીના ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા પડશે. જેના પગલે ઉમેદવારની પસંદગીનો વ્યાપ ઘટશે. આ બેઠકમાં ભાજપમાં રમેશ મહેશ્વરીનુ નામ રીપીટ થવાની સંપૂર્ણ શકયતાઓ સાથે આગળ ચાલી રહ્યુ છે જયારે તે ઉપરાંત પણ છુટાછવાયા કેટલાક નામો ચર્ચાઈ રહંયા છે. જયારે કોંગ્રેસમાં પણ મુંદરાને કર્મભૂમિ બનાવનારા કીશોર પીંગોળની સાથે પણકેટલાક નામો ચાલી રહ્યા હોવાનુ મનાય છે. જા કે આ તો જા અને તો જ છે હવે આગામી દીવસમાં ગણતરીના સમયમાં જ નામો જાહેર થવાની શકયતાઓ છે ત્યારે જ સાચુ ચિત્ર સામે આવી શકે તેમ છે.