દયાપરમાંથી ઈંગ્લીશ દારૂ પકડાયો

લખપત : તાલુકાના દયાપર ગામે નદીના વોકળામાં પોલીસે છાપો મારી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દયાપર ગામે આવેલ નદીના વોકળામાં ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની પીએસઆઈ એસ.એ. ગઢવીને મળેલ બાતમી આધારે રાત્રીના સવા નવ વાગ્યે છાપો મારી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૬ કિ.રૂ. ર૪૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી જયેન્દ્રસિંહ ભારૂભા સોઢા (રહે પાનેલી, તા. નખત્રાણા) નાસી જતા તેના સામે પ્રહલાદસિંહ સોઢાએ ફોજદારી નોંધાવેલાનું પ્રવકતા કાસમભાઈ કકલે જણાવ્યું હતું.