દક્ષિણ મુંબઈમાં આજે મેઘાની ધનાધન એન્ટ્રી

વહેલી સવારથી જ અનેકવિસ્તાર થયા પાણી પાણી : લોકલ ટ્રેન સેવાને અસર : ૮ થી ૧૦ જુનના મુંબઈમાં રેકોર્ડબ્રેક વરસાદની છે આગાહીમુંબઈ : નૈઋત્યનું ચોમાસુ સમયસર આગળ વધી રહ્યુ છે. આજ રોજ વહેલી સવારે મુંબઈના દક્ષીણ વિભાગના અનેકવિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વીગતો અનુસાર મુંબઈના અનેકવીસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી ગયો છે. વહેલી પરોઢથી આજે મુંબઈમાં વિવીધ વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આજ રોજ વરસેલા વરસાદના લીધે લોકલ ટ્રેન સેવાને પણ અસર થવા પામી ગઈ છે. નોધનીય છે કે આગામી આઠથી દસમી જુન સુધીમાં મુંબઈમાં ધોધમાર અને રેકોર્ડબ્રેક વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે.