દક્ષિણ ગુજરાતમાં અનરાધાર : નવસારી જળબંબાકાર

નવસારી જિલ્લાના નવસારી શહેરમાં ૪ ઇંચથી પણ વધુ વરસાદ : ભારે વરસાદ બાદ સ્કુલ-કોલેજોમાં રજા જાહેર : સાડા છ ઇંચ વરસાદથી સરસ્વતી નદીમાં પૂર, માધવરાયજી મંદિર પાણીમાં ગરક : હવામાન ખાતાની આગાહીઃ ૨૪ કલાકમાં ગુજરાત થઈ જશે પાણી-પાણી

અમદાવાગ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સુરત જિલ્લાના મહુવામાં માત્ર આટ કલાકના ટુંકા ગાળામા ંજ આઠ ઇંચથી વધારે વરસાદ ખાબકી જતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાયુ છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. તંત્ર પણ ભારે વરસાદના કારણે સાબદુ થઇ ગયુ છે. બીજી બાજુ નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે. સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના કારણે સ્કુલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્‌ ગુજરાત અને ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદી ઝાપટા ગુજરાતના અન્ય ભાગોમાં પણ જારી રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જારી છે.
કલાકોમાં જ મહુવામાં આઠ ઇંચ વરસાદ પડી ગયો છે. નવસારીમાં પણ હાલત કફોડી બની ગઇ છે.એકબાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓ તો હજુ કોરાધાકોર જ જાણે રહ્યા છે. જેને લઇ જગતના તાત ખેડૂતની સાથે સાથે રાજય સરકાર અને તંત્રના અધિકારીઓ ચિંતિત બન્યા છે. ખાસ કરીને ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇને બેસી રહ્યા છે પરંતુ હજુ સુધી આ પંથકોમાં વરસાદ નહી વરસતાં તેઓ ભારે નિરાશ થયા છે.