દક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન

નવી દિલ્હી : દેવુ ન ચુકવી શક્તા શ્રીલંકા હમ્બનટોટા પોર્ટ ચીનને આપવા મજબુર, મ્યાનમારે પણ પોતાના પ્યૂં પોર્ટમાં ચીનની ભાગીદારી વધારવી પડી
ચીન તરફથી મોટા પ્રમાણમાં લોન મળવા છતાં નેપાળ, મ્યાનમાર અને
પાકિસ્તાનનો ચીન સાથેના વેપારમાં વેપારીખાદ્ય સતત વધી રહી છે. એકલા નેપાળે જ છેલ્લા ૧૦ મહિનામાં ચીન સાથે આયાત-નિકાસના ચક્રમાં ફસાઈને ૧૨૪.૫૭ અબજ રુપિયાની ખોટ સહન કરી છે. આ ખોટ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ૯૧.૮ અબજની હતી એટલે કે ચાલુ વર્ષે વેપારીખાદ્યમાં ૨૧.૪ ટકાનો વધારો થયો છે. વન બેલ્ટ વન રોડ યોજના અંતર્ગત ચીન પોતાના પડોશી દેશોને ખુલ્લા હાથે લોન આપી રહ્યુ છે. જેણે ઈન્ટરનેશનલ મની ફાઉન્ડેશન (આઈએમએફ)ની ચિંતામાં પણ વધારો કર્યો છે.
આઈએમએફ અને ટ્રમ્પ સરકારે તાજેતરમાં જ જણાવ્યુ હતું કે ચીન જે પ્રમાણે લોન આપી રહ્યુ છે, ગરીબ દેશો તે દેવુ ચુકવી શકે નહીં. શ્રીલંકા તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે.