થોરીયારી અનાજ કૌભાંડમાં મામલતદાર કચેરીમાં તપાસનો ધમધમાટ

આંગણવાડી કેન્દ્રો-સસ્તા અનાજની દુકાનો તેમજ મધ્યાહન ભોજન યોજના પૈકીની કંઈ યોજનાનું અનાજ છે તે માહિતી પૂરી પાડવા રાપર મામલતદારને એસઓજીનો પત્ર : સૂત્રધાર હજુ પણ પોલીસ પકડની દૂર

ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના થોરીયારી ગામે એસઓજીએ છાપો મારી ૪૭.૩૭ લાખના અનાજ કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. અનાજ સરકારી કઈ યોજના હેઠળનો છે તે માહિતી પૂરી પાડવા એસઓજીએ રાપર મામલતદારને પત્ર પાઠવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસઓજીએ થોરીયારી ગામે મકાનમાં છાપો મારી ૪૭.૩૭ લાખના શંકાસ્પદ અનાજના જથ્થાને પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન અનાજનો જથ્થો સંગ્રહ કરનાર થોરીયારીના મહેન્દ્ર રણછોડ સોની ભાગી છુટ્યો હતો. અનાજનો જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલા જણાતા પોલીસે સીઝ કર્યો હતો. શંકાસ્પદ અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનમાંથી મેળવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. તો તપાસનીશ એસઓજીની ટીમે આંગણવાડી કેન્દ્ર, મધ્યાહન ભોજન યોજના, મ.ભો.યો. યોજના માટે ફાળવવામાં આવતો છે કે કેમ ? તે તથા કઈ યોજના હેઠળનો અનાજનો જથ્થો છે તે જાણવા રાપર મામલતદાર કરીને પત્ર પાઠવામાં આવેલ છે જે વિગતો આવેથી મોટા ખુલાસા થઈ શકે તેમ છે.