થાઇલેન્ડઃ ૧૦ કલાક બાદ રેસ્ક્યૂ ફરીથી શરૂ : બેબી સબમરિન ઉતારવાની તૈયારી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં ૧૫ દિવસોથી પસાયેલા ૧૨ ખેલાડીઓ અને તેમના ફૂટબોલ કોચમાંથી ૪ને બહાર કાઢ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે આ અભિયાન અંદાજિત ૧૦ કલાક માટે અટકાવી દીધું હતું. એકવાર ફરીથી આજે સોમવારે ઓપરેશન શરૂ થઇ ગયું છે. ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ પણ મોજૂદ છે. આજે રેસ્ક્યૂ માટે બેબી સબમરિનની મદદ પણ લેવામાં આવશે તેવી શક્યતાઓ છે.રેસ્ક્યૂ ઓપરેશનના પહેલાં ચરણમાં રવિવારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન યુરોપ અને થાઇલેન્ડના નિષ્ણાતો સામેલ હતા. ચાર યુવા ફૂટબોલ ખેલાડીઓને ગુફામાંથી બહાર કાઢ્યા બાદ હેલિકોપ્ટરથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.