ત્વરીત નિર્ણય, મહાપુણ્ય એજ અમારી સરકારનો મુદ્રાલેખ : વાસણભાઇ આહિર

ભુજ : નાડાપા ખાતે કાસવતી નદી પરના રૂા.૨.૯૨ કરોડના સેવા સેતુ બંધ (મેજર બ્રિજ)નું મહાનુભાવો સાથે ભૂમિ પૂજન કરતા રાજયમંત્રી વાસણભાઇ આહિરે ત્વરિત નિર્ણય, મહાપુણ્ય એજ તેમની સરકારનો મુદ્વાલેખ છે તેવું માં વાઘેશ્વરીના પુરજોશ જય જયકાર વચ્ચે જણાવ્યું હતું. તેમણે નાડાપા-હબાય તથા ૨૪ ગામોનો જુનો, પેચીદો કાસમતી નદી પરના મેજર બ્રિજનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં મંગળાચરણને યાદગાર ઉપલબ્ધિ ગણાવી હતી. શ્રી આહિરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ સી.એમ. નિતિનભાઇ પટેલ દ્વારા સાંપડેલ સહકાર, હુંફને પ્રજાભિમુખ સુશાસનનું જવલંત ઉદાહરણ ગણાવતાં તેમને પુનઃ પમી વાર ધારાસભ્યપદ, મંત્રીપદ માટે હબાય, ધ્રંગ, નાડાપા, લોડાઇ સહિત ૨૪ ગામોના પ્રજાજનોને પાયાના યશભાગી ગણાવ્યા હતા.
તેમના પ્રવચન સમાપનમાં તેમણે હબાય ખાતે માધ્યમિક શાળા, વાજબી ભાવની દુકાન તથા બાકીનો ૩૦૦ મીટર સી.સી.રોડ સમેતની માંગણીઓ આગામી ટુંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપતાં નાકાઇ (પં.) શ્રી આર.જે.મકવાણાને ૩૦૦ મીટર સી.સી.રોડ અંગેની વિગતવાર દરખાસ્ત તૈયાર કરવા સ્થળ પર જ સૂચના પાઠવી હતી તથા મેજર બ્રિજના કામમાં ગુણવત્તા, સમય મર્યાદા બાબતે
સંપૂર્ણત કાળજી રાખવા સૂચના આપી હતી.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઇ જાંટીયા, વડીલ મોવડી રૂપા શેઠે પ્રાસંગિકમાં વિકાસ પુરૂષ શ્રી વાસણભાઇની પ્રજાજનો માટેની સંવેદના વિકાસની સતત ખેવનાને અનુકરણીય ગણાવી હતી.
આ પ્રસંગે વડીલ દાતાશ્રી અંજાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વાસણભાઇ વીશા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ચનાભાઇ બાળા દાતાશ્રી આલાભાઇ ભચુભાઇ તથા શ્રી દેવરાજ આહિરનું સતાપર ગોવર્ધન ટેકરી પાસે કન્યા, હોસ્ટેલ, શૈક્ષણિક સંકુલ માટે નાની-અનામી દાતાગણનું રાજયમંત્રીશ્રી દ્વારા ખાસ સન્માન કરાયું હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહાનુભાવોનું કચ્છી પાઘ, શાલ, પુષ્પે સ્વાગત નાકાઇ આર.જે.મકવાણા, હબાય સરપંચ હરીભાઇ કેરાશીયા, નાડાપા સરપંચ દેવજીભાઇ કાંગી, ધનજીભાઇ કેરાશીયા, કાનજીભાઇ સામજી, ધનજીભાઇ અગ્રણી, અગ્રણીશ્રી ત્રિકમ ગોપાલ, ધનજી શીવજી ડાંગર, એપીએમસી ડાયરેકર સામજીભાઇ તથા ડાયરેકટરશ્રી હરિભાઇ તથા ગ્રામ્ય આગેવાનોએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિભાઇ આહિર તથા આભારવિધિ સરપંચ દેવજીભાઇ કાંગીએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ દ્વારા પાઠવેલ શુભેચ્છા સંદેશનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે માં વાઘેશ્વરીધામના મહંતશ્રી લક્ષ્મણગીરી બાપુ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપાના શ્રી સતીષભાઇ વાલાભાઇ, ધાણેટી સરપંચ વાઘજીભાઇ માતા, વડીલ અગ્રણીશ્રી ભચુ બાપા, વાલાભાઇ ઉપપ્રમુખ,
ચપરેડી સરપંચ દામજી ગાગલ, સામજીભાઇ ડાયરેકટર, કાનજીભાઇ રાણા, કાનાભાઇ ગોપાલ, દેવરાજભાઇ આહિર, બક્ષીપંચ મોર્ચાના મનજીભાઇ, સામજીભાઇ કરશન, રણછોડભાઇ સુરજ, કરમણ ગોપાલ, માજી સરપંચ હરિભાઇ માતા, દતુભાઇ ઉપપ્રમુખ, હમીરભાઇ ચાવડા, અગ્રણી ભરતભાઇ, ધનજીભાઇ ચાડ, વાલાભાઇ બતા, દાતાશ્રી આલાભાઇ ભચુભાઇ છાંગા, રણછોડગીરી ભગત, કારાભાઇ રવા, ખેંગારપર સરપંચ હરીભાઇ, ડાયરેકટર હરિભાઇ, અગ્રણીશ્રી ભીમજી પટેલ, નારણભાઇ ખાસા, જાનમામદ ખલીફા, રહિમ મણકા, જાનમામદ કારા, ભીમજી દાના, કાનજી અરજણ શેઠ, વાલજી કેરાશીયા, પુનાભાઇ દાના, રાયમલ રબારી, મહેશ પટેલ, અનિલ શેખવા, ધનાભાઇ કુવાડીયા, રમેશ જોગલ, પી.એસ.આઇ. ઝાલા, ફોરેસ્ટરશ્રી સુમરા, હબાય, નાડાપા તથા આસપાસના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.