ત્રીજા મોરચાના વિચારનો હું વિરોધીઃ સુરેશ મહેતા

ગાંધીનગર :  રાજયના ત્રીજા મોરચાના વિચારણા માટે હિલચાલ થઇ રહી છે અને અખબારો આ અંગે મંતવ્યો રજુ થઇ રહ્યા છે તે અંગે પુર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકીય અગ્રણી શ્રી સુરેશભાઇ મહેતાએ જણાવ્યુ હતુ એ ત્રીજા મોરચાના વિચારનો જ હું વિરોધી છું. આવી હિલચાલ કે વિચારણા સાથે મારે સ્નાનસુતકનો સબંધ નથી.છેલ્લા અઠવાડિયાથી શંકરસિંહ વાઘેલા અને એનસીપીના પ્રફુલ પટેલને સાંકડીને સંભવત રાજયમાં આગામી વિધાનસભા ચૂંટણી સમયે ત્રીજો મોરચો આકાર લઇ શકે છે તેવા મતલબના નિર્દેશો આપતા અહેવાલો રાજયભરના અખબારોમાં આડકતરી રીતે પ્રસિધ્ધ થઇ રહ્યા છે અને તેમાં અમુક ચોક્કસ નામો તરફ અંગુલી નિર્દેશો થઇ રહ્યા હતા. દરમ્યાન પુર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઇ મહેતાએ જણાવ્યુ હતુ કે, આ અંગે મારે કોઇ લેવા-દેવા નથી ઉલ્ટાનું હું આ ત્રીજા મોરચાના વિચારનો જ વિરોધી છું.