ત્રિપુરાઃ ગુજરાત નહીં પરંતુ આ રાજ્ય લેશે અમિત શાહનો રિયલ ટેસ્ટ!

નવી દિલ્હી : જો ૧૯૮૮થી માંડીને ૧૯૯૩ સુધી કોંગ્રેસ નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર છોડી દેવામાં આવે તો ત્રિપુરામાં ૧૯૭૮થી માંડીને અત્યાર સુધી લેફ્ટ (ડાબેરી પક્ષ)ની સરકાર છે.વર્તમાન મુખ્યમંત્રી માણિક સરકાર ૧૯૯૮થી સત્તામાં છે. આ જ મહિનામાં ૧૮ ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને ભાજપ આ મજબૂત કિલ્લાને તોડવાનો દાવો કરી રહ્યો છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે તૃતિયાંશ બહુમતીથી જીતવાનો દાવો કરી રહ્યા છે.છેલ્લા બે દાયકામાં આ પહેલી વખત છે કે જ્યારે ભાજપ ગઠબંધન સાથે પ્રદેશની દરેક ૬૦ બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે.ત્રિપુરાની ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ૫૦ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ૪૯ની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી.