ત્રાસવાદ સામે પાકે કશું જ નથી કર્યું : અમેરિકા

વોશિંગ્ટનઃ ત્રાસવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનના સહકારથી અમેરિકાને સંતોષ નથી કેમ કે તાલીબાન અને હક્કાની નેટવર્ક જેવા ત્રાસવાદી સંગઠનને અંકુશમાં લેવા અને તેમની સરહદમાં આવેલા તેમનાં સ્થાનોનો વચન આપ્યા પ્રમાણે નાશ કરવામાં કોઇ નોંધપાત્ર  પગલાં પાકિસ્તાને ભર્યા ન હોવાથી અમેરિકાને સંતોષ નથી એમ વ્હાઇટ હાઉસના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. મુંબઇ પર કરાયેલા ત્રાસવાદી હુમલાના આરોપી હાફીઝ સઇદને હાલમાં છોડી મૂકવામાં આવ્યો એ પગલાંને પણ તેમણે આ દિશામાંનું ખોટું પગલું ગણાવ્યું હતું.  હક્કાની નેટવર્કે પાંચ વર્ષ સુધી કોલેમન કુટુંબને બાનમાં રાખ્યું હતું, એ કુટુંબને છોડાવવામાં મદદ કરતાં એ સાબિત નથી થતું કે ઇસ્લામાબાદ અમેરિકા સાથે ત્રાસવાદ સામેની લડાઇમાં સહકાર સાધી રહ્યું છે.