તૌકતે સામે ગુજરાત સરકાર એલર્ટ : લો પ્રેસર ડીપ્રેશનમાં ફેરવાયુ

ર૪ કલાકમાં જ ડીપ ડ્રીપેશન વાવાઝોડું બનીને ગુજરાત તરફ આગળ ફંટાશે : બંદરોને પણ આજથી કરાયા એલર્ટ : માછીમારોને દરીયો ન ખેડવાની સુચના : નીંચાણવાળા વિસ્તારોમાં લોકોના સ્થળાંતર સહિતની કરાઈ વ્યવસ્થા : મામલતદાર સહિતના તંત્રને સતર્કતા દાખવાની અપાઈ સુચના : સૌરાષ્ટ્રના દરીયા કિનારાને થઈ શકે છે વધુ અસર

ગાંધીનગર : અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયુ હતુ તે આજે ડીપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે. હવામાન વિભાગના મનોરમા મોહંતીએ આપેલી માહીતી અનુસાર આ વાવાઝોડુ ગુજરાતમાં ૧૮મી તારીખ સવાર સુધી પહોચવાની સંભાવનાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાને આ વાવાઝોડુ અસર કરી શકે છે અને ૧૯મી તારીખ આસપાસ તે ગુજરાત કોસ્ટને સ્પૃશે તેવી સંભાવન્નાઓ હાલમાં જોવાઈ રહી છે.તંત્રને એલર્ટ કરવાની સાથે જ નિંચાણવાળા વિસ્તારના લોકોન સ્થળાતંરિત માટેની તૈયારીઓ શરૂ કર ીદેવાઈ છે. વેલમાર્ક લો પ્રેસર હતુ તે ડ્રીપ્રેશન બની ચુકયુ છે, તે બાદ હવે તે ડીપડ્રીપેશનમાં પરિણમશે અને તે બાદ વાવાજોડુ બનીને ત્રાટકી શકે છે તેમ હવામાન વિભાગે આગાહી કરેલ છે. હાલમાં તંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારના ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. ૧૮મી આસપાસ આ ડીપ્રેશન વાવાજોડુ બની અને ગુજરાત-સોરાષ્ટ્રના દરીયાકાંઠે વાવાજોડુ બનીને ત્રાટકશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે.