તો હું એનડીએની બહારઃ નારાયણ રાણે

મુંબઈઃ તાજેતરમાં જ ભાજપના રાજ્યસભાના સાંસદ થયેલા નારાયણ રાણેએ શિવસેના અને ભાજપની યુતિ થાય તો એનડીએમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. કૉંગ્રેસમાંથી છૂટા થઈને રાણેએ પોતાનો અલગ પક્ષ રચ્યો હતો. થોડા સમય પહેલા જ ભાજપે તેમને રાજ્યસભાનું પદ આપ્યું હતું. છેલ્લા થોડાક સમયથી ભાજપ શિવસેનાને સાથે જોડવાની દિશામાં છે. શુક્રવારે મુંબઈ ખાતે યોજાયેલા ૩૮મા સ્થાપના દિવસે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેનાને સાથે જ રહેલા ખુલ્લુ આમંત્રણ આપ્યું જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સેના સુપ્રીમો બાળ ઠાકરેને યાદ કરી સેનાને રિઝવવાની કોશિશ કરી હતી. ભાજપ ૨૦૧૯ની ચૂંટણીમાં સેનાને સાથે લઈને ચાલવાનું મન બનાવી ચૂક્યું છે તે જાણમાં આવતા રાણેએ આવી ધમકી ઉચ્ચારી છે.