– તો હાર્દિક પટેલ કરી લેશે પારણા : સંસ્થાઓનું ‘હાર્દિક’સમર્થન

ગાંધીનગર : હાર્દિક પટેલના ઉપવાસને લઇને પાટીદાર સંસ્થાઓ હરકતમાં આવી છે. હાર્દિકના ઉપવાસને લઇને પાટીદાર સંસ્થાઓની બેઠક મળશે. જેમા હાર્દિકને કેમ
પારણાં કરાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
પારણાં માટે હાર્દિકને કેવી રીતે મનાવવો તે બેઠકો મુખ્ય એજન્ડા રહેશે. પાટીદાર સંસ્થાઓની આ બેઠક મુદ્દે જીઁય્ અધ્યક્ષ લાલજી પટેલે પુષ્ટી કરી છે. આ બેઠકમાં નક્કિ કરેલા મુદ્દા હાર્દિક પટેલ માનશે તેવો દાવો એનઆરઆઈ પાટીદાર આગેવાન સી. કે. પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, એસપીજીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, હાર્દિક એના ઉપવાસમાં મક્કમ છે માટે તે આ વાત માનશે કે નહી તે અંગે આશંકા છે. હાર્દિક પટેલ પાટીદારને અનામત, ખેડૂતોને દેવામાફી અને સાથીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માગણી સાથે છેલ્લાં દસ દિવસથી ભૂખ્યા
પેટે લડાઈ રહ્યો છે. તેના આ અનશનની હજુ સુધી સરકાર પર કોઈ અસર થઈ નથી
પરંતુ હાર્દિક પટેલના સમર્થમનાં રાજ્યના અનેક ગામડાઓમાં રામધૂન ચાલી રહી છે. તો રાજ્યના અનેક ગામડાઓના રસ્તાઓ હાર્દિકની ઉપવાસ છાવણી તરફ વળી રહ્યા છે. બીજી તરફ હાર્દિકના ઉપવાસ સ્થળે અને સમર્થકો મુલાકાત લઈ રહ્યા છે. તો અનેક રાજનેતા પણ હાર્દિકની મુલાકાત લઈને પોતાનો ટેકો આપી રહ્યા છે અને પોતાનું સમર્થન વધારી રહ્યા છે. હાર્દિકના અનશન અંગે સરકારના મનમાં શુ ચાલી રહ્યુ છે તે કોઈને ખબર નથી પરંતુ હાર્દિકને મળવા આવતા સમર્થકો પર લાઠી ચાર્જ અને તેમના વાહનો ડિટેઈન કરીને સરકાર પોતાના ઈરાદાઓના સંકેતો આપી રહી છે.