તો સ્પાની આડમાં કચ્છમાં આંતરરાષ્ટ્રીય ગુન્હેગારોને આશ્રયકાંડનો થાય ખુલાસો

  • પોલીસતંત્ર માત્ર બી-રોલ ભરવાનુ કરે શરૂ

એન્ટ હ્યુમન ટ્રાફિક સેલ સ્પામાં ત્રાટકે તો વિદેશી યુવતિ-મહીલાઓના ગેરકાયદે ભારત વસવાટના પણ થઈ શકે છે મોટા કડાકા-ભડાકા

ઔદ્યોેગિક કચ્છમાં ઠેર-ઠેર મોટા શહેરોમાં ધમધમી ઉઠયા છે સ્પાના હાટડાઓ : સ્પા સલુનના નામે બહારથી ટ્રાન્સઝીટ-ટુરિસ્ટ વિઝા પર રૂપકડી મહિલાઓ લાવીને ગેરકાયદે ધંધાઓ ધમધમતા હોવાના રાજયવ્યાપી અગાઉ થઈ ચૂકયા છે ખુલાસા : સ્પામાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ નેપાળ-થાઈલેન્ડ સહિતના દેશોમાંથી આવતા હોય છે, જો બી રોલ ભરાય તો આ તત્વો પર તેમના દેશ-વિસ્તારમાં કેવા કેવા ગુન્હાઓ નોંધાયેલા છે તેનો પણ થાય પર્દાફાશ : ઉપરાંત સ્પામાં મસાજ-માલિશના બહાને કુટણખાનાઓ ચાલતા હોવાની પણ અનેક જગ્યાએ નોંધાઈ ચૂકી છે ફરિયાદ

ગાંધીધામ : ર૦૦૧ના ભુકંપ બાદ ઔદ્યોગીક દ્રષ્ટીએ વિકસી ગયેલા કચ્છમાં આર્ગેનાઇજડ ક્રાઈમ અને અસામાજીક કૃત્યો જે અગાઉ કયારે ન હોતા જોવાતા તે દુષણો પણ ખુબ વધી ગયા છે. આ પૈકીનુ એક સ્પાના હાટડાઓ કહી શકાય તેમ છે. ભુજ હોય કે ગાંધીધામ, જિલ્લાના મોટા અને મુખ્ય શહેરોમાં સ્પા મસાજ પાર્લર-સલુનના નામે અનેકવિધ દુષણો વકરી રહ્યા હોવાનુ મનાય છે. આવામા જાણકારો કહી રહ્યા છે કે, સ્પા સેન્ટરો,સલુન, પાર્લરમા પોલીસ બીજુ કઈ જ નહી બી-રોલ ભરવાની કાર્યવાહી શરૂ કરી દે તો પણ અહી આંતરરાષ્ટ્રીય ગુન્હેગારોને એક યા બીજી રીતે આશરો મળી જતો હોવાના પણ મોટા ખુલાસા થવાની ભીતી સેવાઈ રહી છે. આ બાબતે જાણકાર વર્ગ અને સંકુલના પ્રબુદ્વ લોકોની વાત માનીએ તો આવા સ્પાના હાટડાઓમાં હકીકતમાં કર્મચારીઓ જે નોકરીઓ કરી રહ્યા છે તેમનો પૂર્વ ઈતિહાસ જાણવા-ચકાસવાની જરૂરી છે. આ માટે કચ્છ પોલીસ તંત્રએ સ્પાના કર્મચારીઓના બી-રોલ ભરવા જોઈએ. બી રોલ ભરવામાં આવશે તો આ કર્મચારીઓ તેમના દેશ-વતન-વિસ્તારમાં કેવા કેવા ગુન્હાઓમાં સંડોવાયેલા છે તેનો પણ સીધો જ ખુલાસો થવા પામી શકે છે તેમ જાણકારો માની રહ્યા છે. સ્પાના જે હાટડાઓ કચ્છ હોય કે ગુજરાતમાં અન્યત્ર જયા જયા ધમધમી રહયા છે તે પૈકીનાઓમાં કેટલાય હમેશા ચર્ચા અને ચકચારનુ કારણ બનતા રહેતા હોય છે. સ્પાના હાટડાઓ ખોલવા માટે રજીસ્ટર નિભાવ, સીસીટીવી કેમેરા સહિતના નિયમો ચુસ્ત બનાવાયા છે પરંતુ તેની અમલવારી કેટલામાં થાય છે? કોણ કરે છે ચેકીંગ ? આ ઉપરાંત સ્પામાં માલીશ અને મસાજના નામ હેઠળ અહી કુટણખાનાઓ ચાલતા હોવાની ફરીયાદો અને તેના પગલે પોલીસે દરોડા બોલાવી સફળતાથી કેસો પણ કરેલા હોવાના અનેક કિસ્સાઓ મોજુદ છે. કહેવાય છે કે, થાઈલેન્ડ અને નેપાળ સહિતના વિસ્તારોમાથી જરૂરીયાતમંદ યુવતિઓને ટ્રાન્જિસ્ટ અથવા તો ટુરીસ્ટ વિઝા પર લાવવામં આવે છે , સ્પામાં નોકરી અપાય છે અને પછી તેઓથી ગંદીબાત કરાવાતી જ રહે છે. જો અહી હ્યુમન ટ્રાફિક સેલ ત્રાટકે તો આ રીતે યુવતીઓના ગેરકાયદેસર વસવાટને લઈને પણ મોટા નવા ખુલાસા થાય તેમ છે. હકીકતમાં જાગ્યા ત્યારથી સવારની વાતને માની અને કચ્છમા ંપોલીસતંત્રએ સ્પામાં કાર્યરત કર્મચારીઓના બી-રોલ ભરવાનુ શરૂ કરી દેવુ જોઈએ.

ગાંધીધામમાં સ્પાના નામે દેહ વિક્રયના ધંધા મામલે ફરિયાદ
ગાંધીધામ : શહેરના હિરાલાલ પારેલ સર્કલ પાસે ઓમ ટોકિઝની ઉપર સ્પાના નામે મહિલાઓ પાસેથી દેહ વિક્રય કરાવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થતા ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સ્પા ચલાવતા ભવિષ્યાબેન અમીત છતલાણી, તેના પતિ અમીત છતલાણી અને સંજય મહેતા વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. મહારાષ્ટ્રની એક મહિલાએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહિલાએ ભોગ બનારનું શોષણ કરવાના હેતુથી મકાન ભાડે આપી બાદમાં પોતાના સ્પામાં કામે રાખી હતી. સ્પાની આડમાં મહિલાઓ પાસેથી વેશ્યાવૃત્તિ કરાવામાં આવતી હતી. દરેક પાસેથી હપ્તા પેટે પ૦૦ રૂપિયા લઈને ગ્રાહકો જે આપે તેમાંથી પણ અલગથી કમિશન લઈને વેશ્યાવૃત્તિ કરાવામાં આવતી હતી. જેને પગલે પોલીસે આગળની તપાસ આદરી છે.