તો સરકારી ખર્ચે કમાન્ડો સુરક્ષા કેમ લ્યે છે : માયાવતીનો પ્રહાર

લખનૌ : આરએસએસના વડા મોહન ભગવતજીએ સેનાને લઈને કરેલ નિવેદનનો વિવાદ વણથંભ્યો છે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભગવતજીના નિવેદનની ટિક્કા કરતા કહ્યું કે તેઓને પોતાના સ્વંયસેવકો પર આટલો બધો ભરોષો છે તો સરકારી ખર્ચે તેઓએ કમાન્ડો સુરક્ષા કેમ લઇ રાખી છે. માયાવતીએ એમ પણ કહ્યું કે એવા સમયે ભગવતજીએ નિવેદન કર્યું છે જયારે સેનાને જુદા જુદા પ્રકારના પડકારનો સામનો કરવો પડી રહયો છે ત્યારે મોહન ભાગવતને સેનાનું મનોબળ તોડવાની મંજૂરી આપી શકાય નહીં માયાવતીએ આરએસએસના પ્રમુખને દેશવાસીઓની માફી માંગવા કહ્યું હતું.