– તો સચિનના સરકાર ઉપરાંત ગ્રાહકો સાથેના કરોડોના ઉચાપત કૌભાંડો પરથી ઉચકાય પડદો

  • રીમાન્ડ દરમ્યાન કડક પુછતાછ આદરો

સરકાર તો પ્રક્રીયા અનુસાર તપાસની પીપુડી જ વગાડતી જ રહેશે, હકીકતમાં સચિનનો ભોગ જે વ્યકિતગત ગ્રાહકો બન્યા છે તેઓએ એક ફોરમ ઉભુ કરવુ જોઈએ અને સચિનની સામે ફોજદારીરાહે-કોર્ટ કાર્યવાહી સહિતના મામલે શસ્ત્રો ઉગામવા ઘટે

પોસ્ટવિભાગમાં ૧૦ કરોડથી વધુની રકમનું કૌભાંડ સર્જનાર સચિન આણી ટોળકી પોલીસ ગિરફતમાં છે ત્યારે બંધ એકાઉન્ટ ઓનલાઈન પાસવર્ડ ચોરી લઈને શરૂ કરી આંકડાઓમાં ગાલમેલ કરી સરકારને તો ચુનો ચોપડયો જ છે પરંતુ કઈક ગ્રાહકોના નાણા પણ ‘સચિને’ ખાતામાં સેરવી લીધાની છે આંતરિક બૂમરાડ : કોઈના ૧૦ લાખ તો કોઈના ૮૦ લાખ, જેને મરણમુડી કહી શકાય તે સચિને ઉપાડીને કૌભાંડ આચરી દીધુ છે..

ખાટલે મોટી ખોટ : પોસ્ટતંત્ર હાથ ખંખેરી રહ્યુ છે, છેતરપીંડી થયેલ ગ્રાહકોની જ નિષ્કાળજી દર્શાવે છે, ભોગગ્રસ્તોને ફોજદારી રાહે સચિન સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવી હશે તો પોસ્ટવિભાગ તરફથી લેખિતમાં સચોટ આધારો મળવા જરૂરી છે, પોસ્ટ તો એક જ વાત કરે છે , પહેલા અમારી સાથે થયેલી છેતરપીંડી તો ઉકેલીયે..!

ગાંધીધામ : સામાન્ય-મધ્યમવર્ગથી લઈ અને સૌ કોઈને માટે વર્તમાન હાઈટેક અને ડીજીટલ યુગમાં પણ બચતનુ સૌથી સુરક્ષિત માધ્યમ પોસ્ટ વિભાગ બની રહ્યુ છે. તેવા પોસ્ટતંત્રમાં થોડા સમય પહેલા જ અવિશ્વાસ ગ્રાહકો અને બચતધારકોમો ઉભાો થાય તેવા મસમોટા આર્થીક કૌભાંડનો પર્દાફાશ ભુજમાં થવા પામી ગયો છે. પોસ્ટ વિભાગના જ કર્મચારીઓની લાપરવાહી થકી તેમના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી અને એક એજન્ટે અંદાજિત ૧૦થી ૧ર કરોડની રકમની સિફતપૂર્વક અહીથી ઉચાપત કરી લીધી હોવાનો ઘટસ્ફોટ બહાર થવા પામ્યો હતો. જે કેસમાં અનેક ઉઠાપટક બાદ કૌભાંડનો સુત્રધાર પકડાઈ ગયો છે અને પોલીસ રિમાન્ડ હેઠળ છે ત્યારે જાણકાર વર્ગ દ્વારા લાલબત્તીરૂપ એવો સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે કે, હાલના સમયે સર્વવ્યાપી એક જ છબી ઉપસાવાઈ રહી છે કે, સચિન આણી ટોળકીએ આચરેલ કૌભાંડ બચતખાતા ધારક સાથે નહી પણ સરકારની રકમની જ ઉચાપત કરી હોવાનો માહોલ ઉભાો કરવામા આવતો હતો અને યેન કેન પ્રકારેણ સચિન અને તેના સલગ્ન સૌ કોઈ લાપરવાહોને બચાવાયા હોય તેવો જ તાલ થતો રહ્યો હતો અને તેના લીધે જ કઈક બચતખાતા ધારકોએ પણ ખુદના ખાતામાંથી આવી કોઈ રકમો ઉપડી ગઈ છે કે નહી?તેની ખરાઈ ન કરી પરંતુ જેમે જેમ અખબારોમાં સચીનના કારનામાઓ ખુલતા ગયા તેમ લોકોમાં જાગૃતી આવી અને બાદમાં ચકાસણીઓ કરી ત્યારે સરકાર ઉપરાંત બચતખાતા ધારકોની રકમો પણ બારોબાર સચીને ઉપાડી લીધી હોવાના આંખ ઉઘાડતા અને છાતીના પાટીયા બેસાડી દેતા ઘટનાક્રમો બન્યા હોવાનુ મનાય છે.
ભુજની જ વાત કરીએ તો પાંચ કીમીની ત્રીજયામાં આવેલા ગામમાં જ એકાદ મહીલાઓ માનસિક સંતુલન આવુ થવાથી ગુમાવી ચુકી હોવાનુ કહેવાય છે તો વળી ભુજ શહેરના જ અને સચિનની સાથે સર્કલમાં હોવાની ઓળખ ધરાવનારાઓ કઈકના ૧૦થી લઈ અને ૭૦ -૮૦ લાખની રકમ પણ આ સચીને જ ઉસેડી લીધી હોવાના કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. કેટલાકે મરણમુડી કહી શકાય તેના આરડી ખાતાઓ ખોલાવી અને રકમ સારી આવે તો વૃદ્વાવસ્થામાં ઉપયોગી થાય તે રીતે મુકી હતી તો વળી કેટલાકે મુંબઈમાં પ્રોપર્ટીઓ વેંચાતા ભાગમાં આવેલી મોટી રકમો સચિન મારફતે પોસ્ટમાં રાખી હતી જે સચિને બચતધારકની જાણ બહાર જ ઉપાડી લીધા હોવાના કિસ્સાઓ સપાટી પર આવવા પામી રહ્યા છે.હકીકતમાં રીમાન્ડ દરમ્યાન સચિનની કડકમાં કડક પુછતાછ હાથ ધરવામા આવે તો સરકારની રકમ તો કદાચ ભરપાઈ થાય જ થાય પરંતુ કઈક નિદોર્ષ બચતધારકોને પણ ન્યાય મળવાની આશા જાગે તેમ છે. કહેવાય છે કે સરકારની ઉચાપત થયેલી રકમ કરતા તો ગ્રાહકોની રકમનો આક પાંચ ગણો થવા પામી જાય છે તેમ છે. હવે જોવાનુ રહ્યુ કે, પોલીસતંત્ર સચીનની પુછતાછમાં કેવુ, કેટલુ ઉકાળી અને મજબુત આધાર-પુરાવાઓ ચાર્જસીટમા મુકી શકે છે?

સચિન પર ‘ઈડી’ની જ બોલાવો તવાઈ
સામાન્ય પોસ્ટ-બચત ખાતાના એજન્ટ પાસે મોંઘીદાટ કાર, આલીશાન બંગલા, વૈભવી જીવનશૈલી જીવવાની મિલ્કતો-પ્રોપર્ટી આવી કયાંથી? તેનો આવકનો સ્ત્રોત ચકાસાય તો જ એક પછી એક વધુ ખુલાસાઓ થવા પામી શકે
ગાંધીધામ : પોસ્ટમાં આઠ કરોડથી વધારેના કૌભાંડને અંજામ આપનારા મુખ્ય સુત્રધાર પર એન્ફોર્સમેન્ટ ડાયરેકટર એટલે કે ઈડીની તપાસ આવે તો જ આખાય પ્રકરણ પરથી સચોટ અને તટસ્થ ખુલાસો બહાર આવી શકે તેમ છે. કારણ કે આ એજન્ટની જીવનશેલી ભારે વૈભવી રહી હોવાનુ કહેવાય છે. તો તેની એવી તો આવક અને આવકનો સ્ત્રોત શુ હતો કે આટઆટલી વૈભવી જીવનશેલી તે જીવી રહ્યો હતો? પોસ્ટના એજન્ટની આવક કેટલી હોય? એટલેી હકીકતમાં જો ઈડી તવાઈ બોલાવે તો આ એજન્ટની સામે આવક કરતા વધુ સંપત્તી અપ્રમાણસર મિલ્કતોનો પણ ખુલાસો થવા પામી શકે તેવી શંકાઓ સેવાઈ રહી છે.

  • તમે જાણે અને સચિન જાણે ?

    પોસ્ટતંત્ર ગ્રાહકોથી ચીટીંગ મુદ્દે હાથ ખંખેરી જ ન શકે..!

કચ્છ પોસ્ટને નવનિયુકત વડા મળ્યા છે, ટપાલ વિભાગ પર ગ્રાહકોનો વિશ્વાસ ઘટે તેથી પહેલા ભોગગ્રસ્તોને ન્યાય અપાવવા નવનિયુકિત વડા આવે આગળ

એજન્ટે પૈસા લીધા કે ખાતેદારે..પોસ્ટને શું ખ્યાલ આવે ? આવો પોસ્ટ વીભાગનો જવાબ અન્ય એજન્ટોને પણ કૌભાંડ આચરવા પ્રેરી રહ્યો છે..!

ગાંધીધામ : કચ્છના પોસ્ટવિભાગમાં આચરાયેલા કરોડોના ઉચાપતમા સરકારની સાથે જ છેતરપીંડી દર્શાવાય છે પરંતુ હકકીતમા કઈક ગ્રાહકોને પણ સચિને ચુનો લગાડી દીધોી છે અને આવા ગ્રાહકોને પોસ્ટ વિભાગ પાસેથી કોઈ જ સચોટ જવાબ કે લેખિત બાંહેધરી પણ મળતી ન હોવાનુ સામે આવી રહ્યુ છે. સ્પષ્ટ કહેવાય છે કે તમારા ખાતામાથી રકમ તમે ઉપાડી કે એજન્ટે તે પોસ્ટને કેવી રીતે ખ્યાલ આવે? એજન્ટ પર આંધળો વિશ્વાસ મુકનારાઓ ભોગવે તેવી નીતી ટપાલ વિભાગ અપનાવી રહી છે અને જો આમ જ રહ્યુ તો અન્ય એજન્ટ કાલે સવારે આનાથી પણ વધુ મોટુ કૌભાડ આચરી જશે અને બટ્ટો પોસ્ટવિભાગ અને સરકારને છબીને જ લાગવાનો છે. હવે કચ્છને લાંબા સમય બાદ કાયમી પોસ્ટ વડા મળ્યા છે તેઓ આ બાબતે જે ગ્રાહકોની રકમ લુંટાઈ છે તેઓને સાંભળે અને જરૂરી મદદ કરે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.