– તો વધુ ૧૦ કાશ્મીર ઊભાં થઈ જશે

નવી દિલ્હી : આસામમાં એનઆરસી મુદ્દે થયેલા રાજકીય વિવાદ અને રોહિંગ્યાને લઈને સંસદમાં ચર્ચા બાદ હવે આ લોકોને ભારતમાં ગેરકાયદે રીતે રાખવામાં આવશે તો અહીં વધુ દસ કાશ્મીર ઊભાં થઈ જશે. કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુદ્દે પ્રથમ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ‘ત્રણ-ચાર કરોડ લોકો ભારતમાં ગેરકાયદે રહે છે, આમાંથી રોહિંગ્યા વસતી વધુ આવી ગઈ છે, જેમને ખોટી ટ્રેનિંગ આપવામાં આવી છે. જો આ લોકો અહીં રહેશે તો વધુ દસ કાશ્મીર ઉભા થશે.’ નોંધનીય છે કે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ પણ જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં રોહિંગ્યા જમ્મુ-કાશ્મીરમાં શરણાર્થી તરીકે રહી રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષાને તેમનાથી ખતરો છે અને સુરક્ષા સાથે સરકાર સમાધાન ના કરી શકે. આસામમાં એનઆરસીમાં ૪૦ લાખ લોકોનો સમાવેશ નહીં કરવાના મુદ્દે રોહિંગ્યા શરણાર્થિઓનો મુદ્દો યોગગુરૂએ પણ ઉઠાવ્યો હતો.