• અંબાણી કેસમાં એટીએસ દ્વારા કચ્છ કડી શોધી લેવાઈ

મહારાષ્ટ્ર સરકારને હલાવી નાખતો કાંડ એન્ટાલિયા વિસ્ફોટક પ્રકરણમાં મુંબઈથી ભુજ આવીને શખ્સને એજન્સીએ ઉપાડી લીધો, ગાંધીધામમાં સુતેલા નાના છોકરાને ઉપાડી જનારને આંધ્રમાથી ઝડપી લીધો તો ગુજરાત આખાયને હચમચાવી નાખનાર મુંદરા કસ્ટોડીયન મર્ડર કેસના ત્રણ ફરાર આરોપીઓ હજુ સુધી એટીએસને કેમ શોધ્યા નથી મળતા? કોની લાજ-શરમનો તણાઈ રહ્યો છે ધુમટો? : પ્રબુદ્ધવર્ગની ટકોર

ગાંધીધામ : મહારાષ્ટ્ર સરકારને બેકફુટ પર લાવી દેતા એન્ટાલીયા કાંડના મનસુખ હીરેન મર્ડર કેસમાં એટીએસ દ્વારા બેથી ત્રણ દીવસમાં પીઆઈ વાજે સહિતનાઓને પકડી શકતી હોય અને કોલરેકોર્ડના આધારે ભુજ આવી અને આ કેસમાં જ સંકળાયેલ અન્ય કડીરૂપ શખ્સ નરેશને પણ કલાકોની ગણતરીમાં જ ઉઠાવી જ રહી છે તો પછી મુંદરા કસ્ટોડીયલ ડેથના આજની તારીખે ફરાર ત્રણ જેટલા તહોમતદારોને આ જ એજન્સી કેમ નથી પકડી શકતી? આવો સવાલ સહેજ સહેજ થવા પામી રહ્યો છે.મુંદરાના કસ્ટોડીયલ ડેથના પ્રકરણમાં ભોગગ્રસ્ત યુવાનના સમાજે જાગૃતી પૂર્વક લડાઈ આપી હતી અને અહી તેમના સમાજ પ્રમુખ દ્વારા તો રાજકીય હોદાઓ છોડી દઈ-રાજીનામા આપવા સુધીની બાહોશીભરી જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આ ઘટના બન્યા બાદ કોઈ પણ રાજકીય આગેવાનો કે ધારાસભ્યો વિધાનસભામા કેમ મુદ્દો નથી ઉપાડયો? આવા સવાલો થવા પણ સમયોચિત્ત જ કહી શકાય તેમ છે. શું સત્તાપક્ષના સગાવ્હાલા છે કે શરમ નડે છે. આ બાબતે ચારણ સમાજ શાંન્તીથી કાનૂની કાર્યવાહી કરી રહી છે. જો કોઈ પણ દબાણમાં પુલિસ કામ કરતી હોય તો હવે સમાજ લડી લેવાના મૂડમાં છે. દેશી દારૂ બિયર કે બાઈક કે ગમે તે ચારીમાં તાત્કાલિક આરોપીને પકડી છાપામાં ફોટા પડાવ્યે છે. તો આ ત્રણ આરોપી જેને હવે ભાગેડું જાહેર કર્યા છે તેને શુ છ.્‌.જી કે અન્ય એજેન્સી પકડી ન શકે ? શું રાજકીય દબાણ છે ? કે કોઈની લાજ શરમ નડે છે આવા વેધક સવાલો પણ હવે વધુને વધુ ઉઠવા પામી રહ્યા છે.