– તો પ્રણવ હશે વડાપ્રધાન પદના ઉમેદવાર?

મુંબઈ : શિવસેનાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાનો સાધતા કહ્યું કે સઘ
પોતાના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બોલાવીને ૨૦૧૯નું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો છે. શિવસેનાએ કહ્યું કે જો ભાજપને લોકસભામાં આગામી ચૂટંણીમાં પૂર્ણ બહુમત નહીં મળે તો પ્રણવ મુખર્જીનું નામ પીએમ ઉમેદવાર તરીકે આગળ કરી દેવામાં આવશે.
શિવસેનાએ ભાજપની પૈતૃક સંસ્થા પર આરોપ મુકતા કહ્યું કે તેમણે ક્યારેય શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત નથી કર્યા અને ઇફ્‌તાર પાર્ટીનું આયોજન કરીને મુસ્લીમોને ખુશ કરવા પ્રયાસ કરી રહ્યું છે.શિવસેનાના મુખપત્ર સામનામાં એડિટોરિયલમાં આ પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે કોંગ્રેસના આ નેતાને બોલાવી દિલ્હીમાં એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. જેમાં લખવામા આવ્યું છે કે પ્રણવ મુખર્જીને ઇજીજીના મુખ્યાલયમાં બોલાવવા પાછળનો એજન્ડા ૨૦૧૯ છે. કેમ કે આગામી લોકસભા ત્રિશંકુ રહે તેવી પૂરી શક્યતા છે અને અન્ય પક્ષો કોઈ મોદીને ટેકો આપે તેમ નથી તેવામાં પ્રણવ જ છે જે સર્વ સામાન્ય નેતા બની શકે છે.બાળા તો પ્રણવ હશે સાહેબનો ઉલ્લેખ કહેવામાં આવ્યં કે તેમને તો ક્યારેય સંઘ દ્વારા આગળ કરવામાં નથી આવ્યા જ્યારે બાળા સાહેબે સ્વાતંત્ર્ય વીર સાવરકરની જેમ ખુલ્લેઆમ હિંદુત્વનો પ્રચાર કર્યો હતો. તેમણે ક્યારેય પણ પડદા પાછળથી કામ નથી કર્યું અને જેમણે પણ હિંદુત્વ પર આક્રમણ કર્યું છે તેમના વિરુદ્ધ તેમણે મોરચો ખોલ્યો છે.
આ લેખમાં પ્રણવ મુખર્જીને પણ નિશાને લેવામાં આવ્યા. તેમાં કહેવાયું કે લાગતું હતું કે પ્રણવ મુખર્જી કોઈ મોટો ધમાકો કરશે પણ તે તેઓ તો ફુસકી બોમ્બ નીકળ્યા.