image description
  • ભુજ નહીં, સમીપેના ગામડાઓે ખુંદે તપાસનીશ એજન્સીઓ..!

યુપી ધર્માન્તરણ – હવાલાકેસમાં વડોદરાના ચકચારી આફમી ટ્રસ્ટે ભુજમાં પણ આર્થિક મદદ કરી ધાર્મિક ઠામો વિકસાવ્યાની તપાસના ધમધમાટ ટાંકણે જાણકારોનો ઈશારો : ભુજમાંથી ઉઠાવાયેલા ત્રણ યુવાનો તો પ્યાદા જ કહેવાય.. સલાઉદ્દીન દ્વારા મેડીકલ સેન્ટરના બહાને ભુજ-અંજાર-અબડાસા સહિતના પટ્ટામાં મોટું નેટવર્ક સ્થાપી દીધું હોવાની છે ચકચાર

કચ્છમાં સેન્ટ્રલ-સ્ટેટ આઈબી શું કરે છે ? મોટું નેટવર્ક ચાલે અને એજન્સીઓ ફક્ત સરકારના ખર્ચે મોજ મજા જ કરે છે કે શું ?

ખાટલે મોટી ખોટ : જિલ્લા કલેકટર એજન્સીઓ વચ્ચે સંકલન વધારે : આફમી ટ્રસ્ટનું યુપી, વડોદરા, સુરત, ભરૂચ બાદ કચ્છવ્યાપી રેકેર્ડને છત્તુ કરવા માટે દેશભરની કચ્છમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓ પણ સોર્સને સક્રીય કરી કાર્યરત બને તે જરૂરી : સરહદી વિસ્તારમાં લવજેહાદ-નાપાક હવાલાકાંડને અંજામ અપાઈ જાય અને સ્થાનિકની અલગ અલગ દેશભરની એજન્સીઓને ગંધ શુદ્ધા ન આવે તે પણ કહી શકાય અતિ ગંભીર બાબત : એજન્સીઓ વચ્ચેના આપસી ટકરાવ-અહંમની હુંસાતુસ્સીમાં નાપાક મોટા ષડયંત્રતને જો જો ન અપાઈ જાય અંજામ.?

અંજારમાં આઈએસઆઈ એજન્ટોને આશરો આપવાને લઈને ઉઠી ચુકી છે ચકચારમાં તો અબડાસામાં ગેરકાયદેસર હથિયારો રાખવાના પણ નેટવર્કના ગાજી ચુકયા છે પ્રકરણો : તો અબડાસામાંથી જ યુવાન આઈએસઆઈએસમાં જોડાયો અથવા તો ચુંગાલમાં ફસાઈ ગયો હોવાની પણ બહાર આવી ચૂકી છે વ્યથા :તો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટને અંજામ આપનારા ૧૧ માસ્ટરમાઈન્ડ પૈકી એક અબ્બાસ સીમીનો સ્લીપર હતો ભુજનો શખ્સ : ર૦૦૧ના ભુકંપ બાદથી ધર્માંતરણ-હવાલાકાંડના ગોઠવાઈ રહ્યા હતા ચોગઠા : વડોદરા પોલીસ વધુ ઘનિષ્ઠ-કડક જીવણટભરી તપાસ કરશે તો કચ્છમાં સલાઉદીનના નાપાક મસમોટા માયાજાળનો પણ થઈ શકે છે પર્દાફાશ

ભુજમાં સલાઉદીન શેખે ૬૦ લાખનુ ફંડ મોકલ્યું હેાવાની ગંધ : સલાઉદીનને દુબઈના મુસ્તાક શેખે વિદેશથી ફંડ આપ્યાનો થયો ખુલાસો : મુસ્તાક શેખ અને તેના પુત્રની ચાલતી તપાસ

પાછલા દોઢ માસથી સલાઉદ્દીન નાપાક ષડયંત્રની ચાલી રહી છે તપાસ, ગુન્હો હાલમાં જ દર્જ કરાયાનો છે અંદાજ

અમુક ધર્મના ધંધાબાજો અખબારોની ચોટલી પકડીને બેસી ગયા છે, માટે તેઓને આવા દેશવિરોધી કાવતરાઓમાં કોઈ જ એજન્સીઓ ખરોચ પણ ન પહોંચાડે, જો કે, એટીએસની નજર હવે થઈ ગઈ છે ખુબજ બારીકાઈ સાથેની..અગાઉ પણ આવા તત્વોની એટીએસે સેવાઓ કરી હતી અને હવે પણ એટીએસ આવા તત્વો પર રડાર કેન્દ્રીત કરતી હોવાની છે ચકચાર

ધાર્મિક સ્થાનોના વિકાસ, સુવિધાઓ વિકસાવવા ફડીંગ આપી જ શકાય, તેમાં કોઈ શંકાને સ્થાન જ ન હોય, પરંતુ સીએએ જેવા દેશવિરોધી કાવતરાઓ-કોમી આંદોલનો અને ધર્માંતરણ જેવા હેતુસર ફડીગ મેળવનારા શખ્સ મારફતે ધાર્મિક ઠામોમાં નાણા મોકલાય, તે નાણાના આધારે ધાર્મિક સ્થાનો વીકસે ત્યારે જરૂરથી જીણવટપૂર્વકની તપાસ સૌ કેાઈ જવાબદારોની કરવી જ જોઈએ

ગાંધીધામ : ધર્માન્તરણ રેકેટમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટનુ નેટવર્ક દેશવ્યાપી ફેલાયલુ છે. યુપીથી વડોદરા અને ત્યાથી ગુજરાતમાં સુરત, ભરૂચ સહિત કચ્છ સુધી રેલો હવે લંબાવવા પામી ગયો છે. કચ્છથી લઈ અને કાશ્મીર સુધી આ ટ્રસ્ટના તાર સંખ્યાબંધ સંપર્કો સાથે સંકળાયેલા હોય તે વાત પણ નકારી શકાય તેમ નથી.ધર્માન્તરણ તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિ સહિતના ગેરકાનૂની કામોમાં સંડોવાયેલા વડોદરાના આફમી ટ્રસ્ટનું જમ્મુ કાશ્મીરમાં પણ નેટવર્ક હોવાની વિગતો બહાર આવી છે.ધર્માન્તરણ રેકેટમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખના સંપર્કો તેમજ તેના નેટવર્કની તપાસ માટે પોલીસે મોબાઇલની કોલ ડીટેલ, ટ્રસ્ટની પ્રવૃત્તિઓ,હિસાબો તેમજ અન્ય વિગતોની વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેન ટીમ તપાસ કરી રહી છે. જે પૈકીની જ એક ટીમ કચ્છના ભુજમાંથી ત્રણ યુવાનોને આ કેસ સબબ જ ઉઠાવી ગઈ હોવાની સાથે જ અહીના ધાર્મિક સ્થાનકોમાં પણ ફડીંગ મામલેની જીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી રહી હોવાનુ પણ મનાઈ રહ્યુ છે.હાલમાં તો એજન્સી ભુજમાં ધામા નાખી અને ફંડીગને લઈને જ તપાસ કરી રહી છે ત્યારે આ બાબતે જાણકાર સુત્રો કહી રહ્યા છે કે, ટ્રસ્ટના નેટવર્ક બાબતે થઇ રહેલી તપાસમાં કચ્છમાં ઘણા સંપર્કો હોવાનું મનાય છે.જેથી પોલીસ તે દિશામાં વધુ તપાસ હાથ ધરે તો સલાઉદ્દીનના નાપાક હવાલાકાંડનો કચ્છવ્યાપી મોટો નેટવર્ક ખુલી શકે તેમ છે.હાલમાં જયારે ભુજમાં તપાસને કેન્દ્રિત કરાઈ છે ત્યારે અહીના જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, ભુજ તો આ શખ્સોએ હેડકવાર્ટર બનાવીને રાખ્યુ હતુ હકીકતમાં તેમના પાછળના મુખ્ય માથાઓ આસપાસના ગામડાઓમાં મોટુ નેટવર્ક જમાવીને બેઠા હોવાનુ મનાય છે.
આ ગામડાઓ ચકચારી હોવાનુ મનાય છે. હકકીતમાં જો તપાસનીશ એજન્સી ભુજ આસપાના ગામડાઓ પર ત્રાટકશે તો સલાઉદીનના કચ્છના મુખ્ય સાગરીતો હાથ લાગી શકે તેમ છે. અને તેઓ દ્વારા ફડીંગ તથા ધર્માતરણ સહિતના નાપાક કૃત્યોને લઈને મોટા ખુલાસા થવા પામી શકે તેમ પણ મનાય છે. એજન્સીઓએ ચકાસવાન જરૂર છે કે, કચ્છના સબંધિત ગામડાઓમાં આ ટ્રસ્ટ દ્વારા કેવી રીતે સંપર્કો થતા હતા ?કોણ મધ્યસ્થી બનતા હતા ? આ શહેરોમાં કઇ પ્રવૃત્તિમાં ટ્રસ્ટે ફંડિંગ કર્યું છે ? સલાઉદ્દીન અથવા તો ગૌતમ ઉમર દ્વારા કચ્છના કેટલા પ્રવાસ ખેડવામાં આવ્યા છે ? અહી આશંકા એવી પણ દર્શાવાય છે કે, સલાઉદીન દ્વારા તેના નાપાક હવાલા ધર્માંતરણ રેકેટ કાંડમાં આયોજનબદ્ધ માળખું જ ઉભુ કરાયુ હતુ અને તે ભુકંપ ર૦૦૧ બાદથી જ આ કામે લાગેલ હતો. સલાઉદીન પણ કચ્છના સબંધિત ગામડાઓની મુલાકાતો અગાઉ લઈ ગયો હોવાની પણ ચર્ચાઓ સામે આવી રહી છે. હાલમા જયારે એજન્સી ત્રાટકી જ છે તો આ બાબતે ઘનિષ્ઠ જીણવટપૂર્વકન તપાસ આદશે તે સરહદી કચ્છના હિતમાં બની રહેશે.

  • મુસ્તાક-મુઝિબ-ઉમરનો મુખ્ય આક્કા કોણ ? :પૂર્વ કચ્છમાં પણ એજન્સી કેમ ન કરે તપાસ ?

વડોદરના આફમી ટ્રસ્ટના હવાલાકાંડ-ધર્માંતરણ કેસમાં વડોદરા પોલીસે ત્રણ શખ્સોને ઉઠાવ્યા બાદ ફેલાતા તર્કવિતર્કો : ઉઠાવાયેલા ત્રણેય શખ્સોના પૂર્વ ઈતિહાસ ચકાસવા જરૂરી : ભુજમાથી ઉઠાવાયેલા ત્રણ શખ્સોના પૂર્વ કચ્છમાં સાગરીતો-કડી ધરાવતા શખ્સો તો નથી ને ? :અગાઉ એટીએસ જેમના ઘરમાં ધામા નાખી ચુકી છે પૂર્વ કચ્છમાં તેવા કોઈ શખ્સો તો મુસ્તાક-મુઝિમ કે ઉમરની સાથે ઘરોબો નથી ધરાવતા ને? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : યુપીથી વડોદરા અને ત્યાથી દેશભરમાં ફેલાઈ રહેલા ધર્માંતરણ ફડીંગ કેસની કડી ભુજ-કચ્છ તરફ પણ ખુલી છે અને અહીથી પણ ત્રણેય યુવાનોને શકના આધારે પોલીસ ઉઠાવી ગઈ હોવાનુ કહેવાય છે. આ શખ્સોને પોલીસ અજ્ઞાત જગ્યાએ લઈ જઈ અને અતિ ગોપનીય રીતે સમગ્ર પ્રકરણમાં ભુમિકાઓ અંગે પુછતાછ કરી રહી છે. આવામાં જાણકારો કહે છે કે, મુસ્તક-મૂઝિમ અને ઉમરનો મુખ્ય આકા કોણ છે ? કચ્છમાં કોના ઈસારે આ શખ્સો સલાઉદીનના નાપાક ષડયંત્રનો ભાગ બની રહ્યા હતા. ફડીંગ કરાયુ તો કેવી રીતે અને શેના માટે ? ધર્માંતરણ કરીને પૈસાઓ લીધા હોય તો એ કેસો કયા ? તેમા અન્ય કોણ કોણ સંડોવાયેલા છે ? સહિતના પ્રશ્નો પરથી એજન્સી હવે પડદો ઉચકે તે હિતાવહ બની રહ્યુ છે. ઉપરાંત પૂર્વ કચ્છમાં પણ તપાસ કેન્દ્રીત કરવી જરૂરી બની રહી છે.

ભુજના ભીડનાકેથી નાપાક ષડયંત્રને અંજામ !દેશભરની એજન્સીઓ ઉંઘતી જ ઝડપાઈ..!
ગાંધીધામ : યુપીથી વડોદરા સુધી આફમી ટ્રસ્ટના ધર્માતંરણ અને વિદેશથી ભારત વિરોધી કાવતરાઓ રચવા માટેના ફડીંગ કાંડનો મોટો ખુલાસો થવા પામ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને માટે આ ખુબજ ગંભીર ઘટના કહી શકાય તેવી છે. સરહદી કચ્છ સુધી આ ઘટનાના તાર જોડાતા હોય તેમ અહીથી પણ તપાસ થતા ભીડનાકા વિસ્તારમાથી ત્રણ જેટલા તત્વોને વડોદરા પોલીસ આ જ કેસની તપાસમાં ઉઠાવી ગઈ છે ત્યારે સવાલ એ થાય છે કે, સરહદી કચ્છ વિસ્તારમાં આવી નાપાક પ્રવૃતીઓ પર બાજ નજર રાખવાને માટે જ દેશભરની અલગ અલગ સુરક્ષા અને ગુપ્તર એજન્સીઓધામા નાખીને બેઠી છે. તે તમામને કેમ ભીડનાકાના આ યુવાનોની હરકતો બાબતે ગંધ શુદ્ધા પણ ન આવી અને વડોદરાની પોલીસ અહીથી આ યુવાનોને ઉઠાવી ગઈ ?

NIA-EDને સોંપવી જોઈએ તપાસ પોલીસતંત્રનો પન્નો આ કેસમાં પડશે ટુંકો.!
ગાંધીધામ : યુકે, યુએઈ, દુબઈ, સહિત વિદેશથી હવાલા મારફતે નાણા મંગાવી અને તે રકમનો ઉપયોગ ભારત વિરોધી ષડયંત્રમાં કરવાના વડોદરાના આફમી ટ્રસ્ટના પ્રકરણનો ખુલાસો થયો છે. વડોદરા પોલીસ દ્વારા કડક અને જાબાંજ અધિકારી શમશેરસીંગના નેતૃત્વ હેઠળ તપાસ આગળ ધપાવી રહી છે પરંતુ હવાલાકાંડ અને ધર્માંતરણ સહિતના દેશવ્યાપી વિષયો આ કેસમાં સંકળાયેલા હોવાથી હકીકતમાં આ સમગ્ર પ્રકણની તપાસ એનઆઈએને અને ઈડીને વેળાસર જ સોપી દેવી જોઈએ. પોલીસ કયાંક ને કયાંક આ કેસમાં મર્યાદિત પુરવાર થશે. કચ્છમાં પણ આવા પ્રકરણોને લઈને એનઆઈએ જેવી એજન્સી ઉંડી ઉતરેશે તો નાપાક સરહદને અડીને આવેલા આ જિલ્લામાં પણ કઈક ભેદી તત્વોના ચહેરા બેનકાબ થવા પામી શકશે.

૧પ૦૦ રાશનકીટ સલાઉદ્દીન દર મહીને કચ્છમાં કોને મોકલતો હતો ?
ગાંધીધામ : યુપીના ધર્માંતરણ અને હવાલારેકેટમાં વડોદરાના આફમી ટ્રસ્ટના ષડયંત્રની કડી કચ્છ સુધી લંબાઈ છે. વડોદરાની આફમી ટ્રસ્ટનો સલાઉદીન ગરીબોને રાશ આપવા તથા વિધવા સહાય અને શિક્ષણ તથા મેડીકલના નામે વિદેશથી ફંડ ઉઘરાવી અને ભારત વિરોધી કોમી તોફાનોમાં તે રકમનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થવા પામી ગયો છે. જેની તપાસનો રેલો કચ્છ સુધી પણ ફંટાઈ ગયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, સલાઉદીનના મુળીયા કચ્છમાં પણ ચોમેર ફેલાયેલા હોઈ શકે છે. કહેવાય છે કે, ગરીબોને રાશનના નામે સલાઉદીન કચ્છમાં પણ રાશનકીટ મોકલવાતો હતો. અહી તપાસનો વિષય બની રહ્યો છે કે કચ્છમાં સલાઉદીન પાસેથી આ રાશનકીટ કોણ સ્વીકારતુ હતુ ? કયા કયા વિતરણ કરાતી હતી ? તેની અવેજીમાં અત્યાર સુધીમાં કટકેટલા ધર્માંતરણને અંજામ આપવામાં આવી ગયો છે ?