-તો જ સુજલામ સુફલામ યોજનામાં કચ્છમાં ગેરીરીતી થતી અટકે

તળાવો-જળાશયો ઉંડા કરી-જળસંગ્રહ વધારવા સરકારની પહેલ આવકારદાયક પણ ભ્રષ્ટતત્વોની સિન્ડીકેટ હેતુના ઉડાડી દે છે ધજાગરા : જાે તળાવ-જળાશયો ઉંડા કરાય તેની આસપાસના ખડુતોને જ આધારો સાથે કાંપ-માટી ઉપાડવાની છુટ આપે તો ગેરરીતી તો અટકે, પણ આવા ખેડુતો સામેથી પૈસા આપીને કાંપ-માટી સ્વર્ખચે પણ ઉપાડવા આવે આગળ : ખોટુ થતું પણ અટકી શકે : સરકારને આ બાબતે અભ્યાસુ રાજકીય આગેવાનોએ કરવી જાેઈએ રજુઆત

 

હાલમાં તો તળાવ-જળાશયો ઉંડા કરવાના નામે કુલડીમાં જ ભંગાય છે ગોળ : વરસાદ વરસી જાય , બાદમાં જે તળાવો ઉંડા કરાયા જ નથી તેના પેટે જ બની જાય છે બીલો : પ્રજાની સુખાકારી વધારવાના સરકારના સારા ઉદેશ્ય પર ફરી જાય છે સદંતર પાણી : કોક તો ઉઠાવો સચોટ અવાજ..?

 

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયના પાણી તરસ્યા મુલક અને વિસ્તારોને પાણીદાર બનાવવાન દીશામાં થોડા સમય પહેલા ચોમાસાથી પહેલા વિવીધ જળાશયો, તળાવો ઉંડા કરવા ખાણેત્રાની યોજના સુજલામ સુફલામ અંતર્ગત અમલી બનાવી છે. આ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર જે-તે તળાવો અને જળાશયો ઉંડા કરવામાં આવે, તેમાંથી માટી અને કાંપ કાઢવામાં આવે તો તેની જળસંગ્રહ ક્ષમતા વધી શકે તેમ છે. જાે જળસંગ્રહ વધે તો તેનો રચનાત્મક ઉપયોગ પણ જે-તે વિસ્તારને તમામ રીતે લાભદાયી જ બની શકે આવા સારા ઉદેશ્ય સાથે ગુજરાતની સંવેદનશી વિજયભાઈની સરકાર યોજના અમલી બનાવી છે પણ કચ્છની જ વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગેરરીતીઓ થવાની અથવા તો પછી સિન્ડીકેટ રચાઈ જાય અને સરકારના સારા હેતુને તો ભાંગી જ તોડાય છે પણ સરકારની તીજાેરીને પણ નુકસાન પહોંચાડવામાં આવતુ હોવાની ફરીયાદો પણ સપાટી પર આવવા પામી જતી હોય છે.  આ બાબતે પ્રબુદ્વવર્ગમાં થતી અભ્યાસપૂર્વકની લાલબત્તીની વાત માંડીએ તો  જિલ્લામાં ગામે ગામ તળાવો આવેલા છે, કેટલાક સ્થળોએ સરકાર દ્વારા તો કેટલાક સ્થળોએ સીએસઆર અંતર્ગત કંપનીઓ દ્વારા તળાવનું ખાણેત્રુ કરી આપવામાં આવે છે. અહી વિશેષ વાત કરીએ તો  તળાવનું ખાણેત્રુ કરતા અમુક કોન્ટ્રાકટરો, કામદારો કે સરકારી બાબુઓ સાંઠગાંઠ રચી ઉપરછલી દેખાડવા પુરતી કામગીરી જ કરતા હોવાની સર્વસામાન્ય ફરીયાદ રહેતી હોય છે. આ સમયે લાલચ અને પ્રલોભન પણ અપાઈ જતા હોય છે. પરંતુ હકીકતે જળાશયો અને તળાવનું સુવ્યવસ્થિત રીતે ખાણેત્રુ થાય તે પ્રજાહિતમાં રહેશે. આ માટે જાણકારવર્ગ દ્વારા રજુ થતી પ્રેરક વાતમાં ડોકીયુ કરીએ તો હકીકતમાં તો જળાશયો-તળાવો જે-તે ગામોમાં ઉંડા કરવામાં આવી રહ્યા છે તેની માટી-કાંપ ઉપાડવાનુ તેની આજુબાજુના ખેડુતોને જ આપવુ જાેઈએ. આ પ્રકારની માટી ખેડુતોને માટે ખુબજ ઉપયોગી પુરવાર થવા પામતી હોય છે. આવી તળાવોની માંટી જાે ખેડુતોને મળશે તો તેઓ સ્વખર્ચે પણ કદાચ માટી ઉપાડવા ખચકાટ નહી ંઅનુભવે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય. હકીકતમાં આ યોજના અને વિચાર સરકારનો ખુબ જ સારો છે પણ તેની અમલવારીમાં હજુય કયાંક જે ચુક દેખાય છે તે બાબતે સ્થાનિકના અભ્યાસુ રાજકીય આગેવાનોએ આગળ આવી અને સરકાર તબક્કે સાચી રજુઆત કરવી જાેઈએ. તો જ કચ્છમાં સુજલામ સુફલામ યોજના ખરા અર્થમાં સાર્થક થઈ શકે તેમ પ્રબુદ્વવર્ગ માની રહ્યો છે.