– તો જ મુંદરા-બારોઈના ૮૦ કરોડના જમીન કૌભાંડ પરથી ઉચકાશે સાચો પડદો..!

Scam sign
  • બહુ થઈ કચ્છની સેવા..,હવે આ સીંઘમછાપ અધિકારીને જિલ્લા બહાર તગેડો

વહીવટદાર શાસન દરમ્યાનના ટુંકાગાળામાં સરકાર વિરૂદ્ધ સત્તાનો ગેરઉપયોગ કરી ચોકકસ નિમાયેલા અધિકારી-કર્મચારીઓએ સરકારી માલીકીની ખુલ્લી જમીનો બોગસ આધારો સાથે લ્હાણીઓ કરીને બોગસ માલીકો ખોટા સોગદનામાના આધારે કરી દેવાયા ઉભા : જે અધિકારીની દેખરેખ હેઠળ આ પ્રકારનુ ૮૦ કરોડનું જમીન કૌભાંડ રચાઈ ગયુ તેની સામે જ લેવા જોઈએ ધાક બેસાડતા કડક પગલા : ગ્રામ પંચાયતમાંથી પણ જે કોઈ દોષિતો હોય તેના નામો પણ આવવા જોઈએ ખુલ્લીને બહાર

સુધરાઈના આકારણી રજીસ્ટ્રરની માહીતીઓ કેમ નથી કરાતી સાર્વજનિક ? : આકારણી રજીસ્ટ્રની કથિત ખોટી એન્ટ્રીઓ, દાખલા અને કરવેરાની પાવતીઓ કરવી જોઈએ રદ : તત્કાલીકન વહીવટદાર શાસનના બની બેઠેલ અધિકારી સહીતનાઓની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે થવી જોઈએ ફરીયાદ તથા દબાવાયેલી જમીનો ખુલ્લી કરવાની થવી જોઈએ વેળાસર કાર્યવાહી

આ સીંઘમછાપ અધીકારીને કોઈ સરકારી નિયમો લાગુ પડે છે કે નહીં ? કચ્છમાં એક મુકીને બીજી અને બીજી મુકીને ત્રીજી સુધરાઈ ફરતા ફરતા કેટલા વરસ થયા? વરસોથી ચીટ્ટકીને બેઠા છે..ઃ આ સરકારી બાબુને જ ડબલ ચાર્જ કેમ અપાય છે, કયારેક ગાંધીધામના તો કયારેક મુંદરાના બેવડા ભાર આપી દેવાય છે.., એવુ તો આ અધિકારીમાં છે શું? કે પછી શરીર જોઈને અપાય છે ડબલ ચાર્જ ?

ગાધીધામ : કચ્છમાં પ્રથમ જ વખત અસ્તિત્વમાં આવેલી મુંદરા-બારોઈ નગરપાલીકામાં હાલના સમયે કરોડોના જમીન કૌભાંડનો મુદો ખુબ જ ગાજી રહ્યો છે. ગ્રામ પંચાયત વિસર્જીત થાય અને નગરપાલિકાની ચુંટાયેલી બોડી અસ્તિત્વમાં આવે તે વચ્ચેના સમયકાળ એટલે કે વહીવટદાર શાસન દરમ્યાન સરકારી જમીનોને ખાનગી માલીકી ભોગવટાની જમીનોમાં તબદીલ કરી દેવામા આવી હોવાનો વિષય હોટટોપીક બનેલો છે. જાગૃત વર્ગ દ્વારા આ કેસને બહાર લાવવા માટે અનેકવિધ પ્રયાસો થવા પામી રહ્યા છે પરંતુ સીંઘમછાપ અધિકારી દ્વારા આખાય પ્રકરણને બહાર આવતા પહેલા જ ઉંધારવાડે ચડાવી દેવામાં આવી રહી હોવાની સ્થિતી સર્જાઈ છે અને દેર સે આયે દુરસ્ત આયેના તાલે હવે અંતે ત્રસ્ત થઈ અને આ અંગે વિપક્ષી પ્રતિનિધીઓ દ્વારા સમગ્ર પ્રકરણ સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જાણકારો દ્વારા કહેવયા છે કે, સીંઘમછાપ અધિકારીને જિલ્લા બહાર તગેડવા ઘટે, એક મુકીને બીજી અને બીજી મુકીને ત્રીજી, કચ્છની જ સુધરાઈમાં આ સરકારી બાબુએ ઘણી સેવા કરી લીધી, મુંદરામાંથી પણ હવે જયા સુધી આ અધિકારીને અહીથી ખસેડીને કચ્છ બહાર નહી તગેડવામાં આવે તો આખાય પ્રકરણને બહાર લાવવુ કપરૂ જ બની રહેશે.જે રીતે આક્ષેપો શરૂઆતથી સામે આવવા પામી રહ્યા છે તે અનુસાર બારોઈ ગ્રામ પંચાયત વિસર્જિત કરવામા આવી અને નગરપાલીકા અસ્તિત્વમાં આવી તે વચ્ચેના વહીવટદાર શાસન દરમ્યાન જ સરકારી પડતર જમીનને ખાનગી માલીકી ભોગવટાની જમીનો માત્ર અને માત્ર સોગદનામાના આધારે ચડાવી દેવામા આવી હોવાની ફરીયાદ થાય છે. મોટાભાગના દસ્તાવેજોમાં નગરપાલિકાના આકારણી રજીસ્ટ્રરના આધારે અપાયેલા દાખલામાં સુધરાઈના સીઈઓ તથા બારોઈ પંચાયતના તલાટી-મંત્રીના દાખલાઓ અપાયા હોવાનુ ફરીયાદમા દર્શાવાયુ છે. બારોઈ તલાટી-મંત્રીને આ રીતે સરકારી જમીનો ખાનગી માલીકી તબદીલ કરાવવાની સત્તા આપી છે કોને? નગરપાલીકાના સીઈઓ પણ કયા આધારે આકારણી રજીસ્ટરમાં તેને ચડાવી દીધી? અને દાખલાઓ પણ આપી દીધા? આવા સવાલો પણ અહી મોટાપાયે ઉઠવા પામી જ રહ્યા છે. સરકારી જમીનને ખાનગી માલીકમાં તબદલી કરવા યા તો જે તે દાવો કરનાર પાસે શનદ હોવી જોઈએ અથવા તો પછી કલેકટરશ્રીનો હુકમ પ્રમાણપત્ર હોવુ જોઈએ. અહી સુધરાઈના સીંઘમછાપ સહિતનાઓ એવો લુલો બચાવ કરી રહ્યા છે કે, સુધરાઈના આકારણી રજીસ્ટ્રમાં તો આ જમીન પાણી આકારણી વેરા માટે જ ચડાવાઈ છે પણ જે જમીન સરકારી પડતર જમીન છે, ખુલ્લા વડાઓ છે, ત્યાં કયા પ્રકારના પાણી કનેકશનની જરૂરીયાત હોય? બાંધકામ જયા માન્ય જ ન રહે ત્યાં પાણીની આકારણીઓ કરવાની જ કયાંથી આવે છે? નગરપાલીકાના આકારણી રજીસ્ટ્રમા ગેરકાયદે નામ, નંબર દાખલ કરાવી દેવાયા છે તેમાં હજુ તો ચુંટાયેલી બેાર્ડી સત્તા હસ્તગત કરે તે પહેલા તો વહીવટદાર સાસનમાં ટુંકાગાળામા સરકારની વિરૂદ્ધ સત્તાનો ગેરઉપયોગ કરી ચોકકસ નિયમોલા અધિકારી કર્મચારીઓ સરકારની માલકીની ખુલ્લી જમીનોની લ્હાણી કરી બોગસ માલિકો ઉભા કરી ફકત ખોટા સોગનાદનામાના આધારે મુદરા વિસ્તારમા ૮૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર આચરી દેવાયો છે.

આ રહ્યા..સીંગમછાપ અધિકારીની સિન્ડીકેટના છબરડાઓ..!
• સરકારી જમીન પર કે જયાં કોઈ બાંધકામ જ નથી ત્યા પાણી આકારણી વેરાની કયાં જરૂર
પડી ? • આકારણી રજીસ્ટ્રરે ૯૦થી વધુ કિસ્સા નોધાયા છે તે પૈકીના કેટલાએ બોગસ દસ્તાવેજો મારફતે માલકી હકક હસ્તાંતરણ કરી લીધા ? • વેંચાણ થયેલી સરકારી જમીનોના દસ્તાવેજમાં આધારોમાં ચીફ ઓફીસરનો દાખલો-ગ્રામ પંચાયતના તલાટી-મંત્રીનો દાખલો કોમન વિગત જ દેખાય છે, તે શું સૂચવે છે? • નગરપાલિકાના આકારણી રજીસ્ટરમાં ગેરકાયદેસર નંબર આપી બેાગસ માલીકી હકક પ્રાપ્ત કરનારાઓની યાદીમાં એકસરખા મિલ્કત નંબર ઘણુ કહી જાય છે • ૮૦થી વધુ સરકારી જમીનોના માલીક બની ગયા તો એકસાથે થયેલ આ પ્રક્રીયા પણ બની રહી છે ભેદભરમ ભરેલી • વાડાઓને નિયમિત કરવા સરકારે આદેશ આપેલો હતો પણ નિયત સમયમાં વાડા નિયમિત કરતા તે રજીસ્ટ્ર બંધ કરી દેવામાં આવ્યા હતા, મજાની વાત એ છે કે મુંદરામા આવા વાડા રજિસટર ગુમ થયેલ છે? તો એ ગયા કયાં?

લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ફરીયાદમાં તંત્રની ઢીલીનીતિ શંકાપ્રેરક….!
ગાંધીધામ : ભુમાફીયાઓને માપમાં રાખવાને માટે સરકાર દ્વારા તાજેતરમાં લેન્ડ ગ્રેબીગ એકટનો કાયદો અમલી બનાવાયો છે. મુંદરા-બારોઈના કરોડોના કૌભાંડમા પણ પાછલા અમુક સમયથી સતત લેન્ડ ગ્રેબીગ એકટ તળે ફરીયાદ માટેની દાદ માંગવામા આવી રહી છે પરંતુ તેના માટે તંત્ર જાણે કે છાની રીતે ખેલ ખેલી રહ્યુ હોય તેમ ઢીલુઢફ વલણ જ અપનાવી રહયુ છે. આરટીઆઈ હેઠળ મંગાતી માહીતીઓમાં પણ અરજદારોને ગોળમટોળ જવાબો આપી દેવાય છે.

વિપક્ષ વાંજીયા વિરોધનું મેણું ભાંગેઃસત્તાપક્ષ પ્રજાપ્રત્યે દાખવે ઉત્તરદાયિત્વ…!
ગાંધીધામ : કરોડોના જમીન કૌભાંડમાં અવાજ ઉઠાવવાના નામે માત્ર ખુદના ગજવા ભરવાના કે પછી દુધના પરપોટાની જેમ વિરોધ કરીને તસવીરો છપાવીને ખુશ થઈ જતા વિપક્ષી બની બેઠેલાઓ હકીકતમાં મુંદરા-બારોઈ જમીન પ્રકરણમાં છેલ્લે તબક્કેની અંતિમ લડાઈ આપવી જોઈએ. પ્રજાજનોનો જરૂરથી મળશે સાથ, ખોટુ તો થયું જ છે, જરૂરથી સ્વાથવિહિત લડાઈ લડી દેખાડવાની તો સામેપક્ષ ચુંટાયેલા સત્તાપક્ષના સૌ કાઉનસીલરો પણ પક્ષની લાજના ધુમટા તાણવાના બદલે મતદારોની વહારે આવે અને કરોડોના જમીન કૌભાંડના મુદ્દે સામાન્યસભામાં સબંધિત અધિકારીઓને હાજર રાખીને તટસ્થ ચર્ચા કરવાનુ બીડુ ઝડપે તો જ પ્રજાજનો પ્રત્ય સત્તાપક્ષે ઉતરદાયિત્વ નિભાવ્યુ તેમ કહી શકાશે. કૌભાડમાં જેની જેની સામે જે જે આરોપો થયા છે તેના સાધનીક અને દસ્તાવેજી સંતોષજનક ખુલાસાઓ સત્તાપક્ષ આપે અને જો કોઈ પણ તેમાં દોષિત દેખાતુ હોય તો વિના વિલંબે તેની સામે ધાક બેસાડતી લાલઆંખ ભરી કાર્યવાહી લોકશાહી, પ્રજા, પક્ષ અને શહેરીજનો સૌના હિતમાં કરી જ દેખાડવી જોઈએ. વિપક્ષ જેવુ તો કયાંય કાંઈ બચ્યુ જ નથી, વિપક્ષ તો વાંજીયો વિરોધ જ કરતો રહે છે તેવુ મેણું ભાંગવાની મોટી તક મુંદરા નગરપાલીકામાં આવી હોવાનુ દેખાય છે અને તે સૌ કોઈએ ઝડપી લેવી જોઈએ.