– તો ગાંધીધામમાં પણ ભાજપને મળ’ત પ૦ હજારની જંગી લીડ

ગાંધીધામ : આંતરીક જુથવાદનો પ્રશ્ન મહત્વકાંક્ષી એવા ભાજપને માટે શિરદર્દસમાન જ રહ્ય છે. રાજયભરમાં જયારે ઠેર ઠેર જુથવાદની વાત ચાલી રહી છે ત્યારે ગાંધીધામમાં પણ જા ભાજપ દ્વારા જુથવાદના બદલે યોગ્ય સંકલન અને પરસ્પર માન-સન્માન જાળવીને ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા હોત તો કદાચ આ બેઠક પર ઐતિહાસીક અને સૌથી વધારે એવી પ૦ હજારની લીડ ભાજપની પાકી જ મનાતી હતી પરંતુ બની બેઠેલા નેતાઓ જે કયાં પક્ષનીપ્રવૃતીઓમાં જાવા પણ મળતા નથી તેઓ ધણી બની જતા અહી જાણે કે ઘોર ખોદાઈ હોય તેવો સિનારીયો જાણકારો જાઈ રહ્યા છે. જેની અસર આગામી ૧૮મીએ પરીણામ પર પણ પડે તો નવી નવાઈ નહી કહેવાય તેમ પણ જાણકારો માની રહ્યા છે. આ તો ભાજપની વાત થઈ રંતુ કોંગ્રેસની આ બેઠક પર જા વાત કરીએ તો ગાંધીધામ બેઠકમાં આ વખત કોંગ્રેસને માટે સારી Âસ્થતી જ દેખાતી હતી. ઉમેદવાર યુવાન, ધાર્મિક, સામાજીક અને વ્યાપારીક વર્ગમાં પણ ઉજળુ વ્યકિતત્વ ધરાવનારા લોકપ્રીય ચહેરો હતો પરંતુ તેઓ માટે ખાટલે મોટી ખોટ હતી કે ગાંધીધામ શહેર પ્રમુખ સમીપ જાષીને પાંચ વર્ષની સજા થયેલ તે ૧ર મહીના જેલમાં રહીને જામીન પર છુટેલ તેવા પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી લડાય તો આ શહેરની શિક્ષીત પ્રજા આવા ભ્રષ્ટ પ્રમુખને તો ન જ સ્વીકારે ને..? એટલે કયાંક ને કયાંક આ મુદો અહી પંજાને માટે નુકસાન કરતા બની રહ્ય હોવાનુ પણ મનાય છે.