તો કંડલામાંથી પણ સોપારી દાણચોરીનો થાય પર્દાફાશ

સીબીઆઈ મુંબઈની જેમ કરે વક્રદ્રષ્ટી

સોપારીની આયાત પર ૧૧૧ ટકાની તગડી ડયુટી છે, પણ ભેજાબાજ તત્વો સોપારીને તમ્બાકુના રો મટીરીયલ્સ તરીકે દર્શાવી, પ્રોસેસીંગ યુનિટમાં કટ કરવા માટે લાવ્યાનુ માળખુ નામ પુરતુ ઉભુ કરીને હકીકતમાં સેઝ એકમોથી બારોબાર જ ડાયરેકટ ડીટીએ એટલે કે લોકલ-ડોમેસ્ટીક માર્કેટમાં જ કરી રહ્યા છે સપ્લાય : સરકારને પડી રહ્યો છે કરોડોની ડયુટીનો આર્થિક ધુમ્બો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા સોપારીની ગેરકાયદેસર આયાતમાં મુંબઈ-નાગપુર-અમદાવાદ સહિત ૧૯ સ્થળોએ તાજેતરમાં પાડેલા દરોડા ટાંકણે સુચક સંકેત : મુંબઈના જેએનપીટી પોર્ટ પર શ્રીલંકાથી આવતી સોપારીઓ-શહેરોમાં ધૂમ સપ્લાય થતી હોવાનો ખુલાસો

ગાંધીધામ : શેડયુઅલ બીમાં સમાવીષ્ટ એટલે કે ઝેરી પદાર્થમાં જેનો સમાવેશ કરવામા આવ્યો છે અને જેની આયાત પર પ્રતિબંધ લગાડાયેલ છે તેવી સોપારીના કરોડો રૂપીયાના કરને ટાળીને મોટાભાગના દરિયાઈ માર્ગ તેની દાણચોરી કરવામાં આવી રહી છે. કરચોરી ઉપરાંત, ઇન્ડોનેશિયાથી પેટા-ધોરણની સોપારીની દાણચોરી પણ સ્થાનિક વેપારીઓના વ્યવસાયને મેાટી અસર કરી રહી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યાનમાર બંદરને બદલે અને ત્યારબાદ ગુવાહાટી થઈને પૂર્વ માગદ્વારા, કેટલાક વેપારીઓ શ્રીલંકા દ્વારા સસ્તા દરે ઇન્ડોનેશિયાથી પેટા-ધોરણની સોપારી મેળવે છે. ઓછી આયાત ડ્યુટીને કારણે સબસ્ટ્રેન્ડલ સોપારી નટ્‌સને ઇન્ડોનેશિયાથી શ્રીલંકા લાવવામાં આવે છે. શ્રીલંકામાં સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા સોપારી નટ્‌સ બતાવવા નકલી દસ્તાવેજો તૈયાર કરાયા છે.શ્રીલંકાથી, સોપારી નવી મુંબઈના જેએનપીટીમાં લાવવામાં આવે છે જ્યાંથી તે નાગપુર સહિત ભારતના વિવિધ ભાગોમાં વહેંચાય છે જે મધ્ય ભારતનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે.નાગપુરમાં, સોપારી નટ્‌સને સલ્ફર ડાયોક્સાઇડથી ધૂમ્રપાન દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સ્વાદ, સુગંધ અને રંગ આપતા પહેલા તેને ટુકડા કરી ર્ંહ્વટ્ઠષ્ઠર્ષ્ઠવામાં આવે છે જેથી તેને તમાકુના ઉત્પાદનો માટે આધાર સામગ્રી બનાવવામાં આવે.સીબીઆઈ દ્વારા નાગપુર-મુંબઈ અને અમદાવાદ જેવા ક્ષેત્રોમાં સોપારીની દાણચોરી સલગ્ન કુલ્લ ૧૯ સ્થળોએ દરોડો તાજેતરમાં પાડયા હતા. આ કાર્યવાહી હજુય પણ સીલસીલાવાર રીતે ચાલુમાં જ હોવાથી હજુ સુધી ચોકકસ વિગતો બહાર આવવા પામી નથી. તેવામાં બીજીતરફ જાણકારો દ્વારા એવો ઈશારો કરવામા આવી રહ્યો છે કે, સોપારીની આયાત સરકારે પ્રતિબંધિત કરી દીધી છે અને કેટલાક ચોકકસ પરવાના બાદ તેને આયાત કરી શકાય છે તેની શરતો અને ડયુટી ખુબજ તઘડી લગાડાઈ છે. સોપારીની આયાત પર ૧૧૧ ટકા ડયુટી લાગે છે. પરંતુ ભેજાબાજ તત્વો આ સોપારીને તમ્બાકુના રો મટીરીયલ તરીકે દર્શાવીને ડયુટી ફ્રી આયાત કરાવી લેવાય છે. યુનિટમાં પ્રોસેસીંગ માટે લઈ જવાનુ બતાવીને તેને બારોબાર જ લોકલ-ડીટીએ એટલે કે ડોમેસ્ટીક માર્કેટમાં સપ્લાય કરવામા આવી રહી છે. સુરત સહિતના સેઝ એકમોમાં આવા કારનામાઓ ઝડપાઈ ચુકયા છે ત્યારે કચ્છમાં પણ મહત્વપૂર્ણ સેઝ એકમ કાર્યરત છે તેવામાં અહી પણ સોપારીને લઈને એન્ટી ડમ્પીગ ડયુટી ચોરી સહિતના પ્રકરણોને અંજામ નથી અપાતા ને તે ચકાસણીઓ કરવાની સાથે જ જો સીબીઆઈ વક્રદ્‌ષ્ટી કરશે તો અહીથી પણ સોપારીની દાણચોરીના કારનામાઓ ખુલ્લા પડી શકે તેમ જાણકારો માની રહ્યા છે.