તોગડીયાનો ‘રાજકીય ઉપવાસ’ : સંઘનો ડેમેજ કન્ટ્રોલ

બંધબારણે સંઘના ‘સુરેન્દ્રકાકા’સહિતનાઓએ યોજી બેઠક : સંતોએ તોગડીયાને આપ્યું સમર્થન : આરએસએસ-કિસાનસંઘના આગેવાઓએ પ્રવીણ તોગડીયાની લીધી શુભેચ્છા મુલાકાત

તોગડીયાએ મોદી પર તાકયાં તીર
અનસનના સ્થળ પર કર્યુ સંબોધન : પીએમને લીધા આડેહાથ : આરએસએસ પર વારથી રહ્યા દુર : હવે સંસ્થા નહી સમાજના ટેકાથી લડીશ લડત : હિન્દુ ફર્સ્ટના મુદે સમાધાન નહી થાય
અમદાવાદ : નરેન્દ્ર મોદીથી નારાજ ચાલી રહેલા અને વીએચપીમા હાલમાં ચૂંટણી હાર્યા બાદ પ્રવીણ તોગડીયા આજ રોજ અમદાવાદમાં અનસન શરૂ કરી દીધા છે. તેઓએ આજ રોજ અહી સબા સંબોધીને કહ્યુ હતુ કે, હિન્દુ ફસ્ટની વિચારધારાને મજબુત બનાવવા તેઓ વીએચપી કાળથી જે રીતે કાર્યો કરી રહ્યા છે તે ચાલુ જ રાખશે. તેમણે ખાસ કરીને નરેન્દ્ર મોદી પર વાર કર્યા હતા. મોદીએ રામ મંદીર સહિતના આપેલા વચનો વિસરી જવાયા હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યુ કે, ચાર વર્ષથી સંસદમાં કાયદો બનાવવાની માત્ર વાતો જ થઈ રહી છે. મોદી કેન્દ્રમાં આવ્યા બાદ મદીર બનવાની આશા ઠગારી નીવડી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, હું ચૂંટણી નથી લડવાનો. અગાઉ સંસ્થાથી કાર્યરત હતો હવે સમાજના ટેકે આગળ વધીશે. ગૌરક્ષા, રામમદીર, સમાન સીવીલ કોડ સહીતના મુદાઓ પર અવાજ ઉઠાવતો રહીશે. કાશ્મીરમાં હીન્દુઓનો વસવાટ પ્રાથમિકતા રહેશે.

 

ગાંધીધામ : વીએચપીમાથી પરોક્ષ રીતે ચૂંટણી યોજી અને હાંકી કઢાયેલા પ્રવીણ તોગડીયાએ ગોહત્યા, રામમંદીર, કાશ્મીરમા પંડીતોના પુનઃ વસન સહિતના મુદાઓને લઈ અને અગાઉ આપેલી ચીમકી અનુસાર આજથી અમદાવાદ ખાતે અનસન શરૂ કરી દીધા છે અને તેના પહેલા સંઘ ડેમેજ કન્ટ્રોલની સ્થિતીમા આવી ગયુ છે. આજ રોજ અનસન પહેલા આરએસએસ-સંઘ-સંત સમીતીઓ, અયોધ્યા અસંચલન સમીતી સહિતનાઓએ પ્રવીણ તોગડીયાની સાથે શુભેચ્છા મુલાકાત કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
અમારે સરકાર જોડે શકુ જ લેવા દેવા નથી. ચાર વર્ષથી સરકારે રામમંદીર બનાવ્યુ નથી. તેમ કહી અને રામમંદીર મુદે વાસ્તવીક કાર્ય શરૂ થાય તેવી માંગ સાથે સંતોએ પ્રવીણ તોગડીયાના અનસનને ટેકો આપી દીધો છે અને સંતો વતીથી અખીલેશદાસજીએ પ્રતિક્રીયાઓ આપી હતી. તો વળી બીજીતરફ આજ રોજ પ્રવીણ તોગડીયાના ઉપસવાસ-અનસન પહેલા આરએસએસ અને કિસાનસંઘના વિવીધ આગેવાનો સહિતનાઓ દ્વારા બેઠક યોજવામા આવી હતી. આરએસએસના સુરેન્દ્ર કાકા-પટેલ તથા કિસાનસંઘના પૂર્વ પ્રમુખ વલ્લભભાઈ સાવલીયા સહિતનાઓએ પણમુલાકાત કરી છે. આરએસએસ અને કિસાનસંઘના નેતાઓની મુલાકાતથી કયાંક ને કયાંક સંઘ ડેમેજકન્ટ્રોલની સ્થિતીમાં હોય તેવો વર્તારો પણ સામે આવવા પામી રહ્યો છે. બીજીતરફ આજ રોજઠેર ઠેર તોગડીયાના સમર્થકોએ પણ ધરણા યોજયા હતા તો વળી અમદાવાદ ખાતેના અનસનમાં હિન્દુ ફર્સ્ટના સુત્રોચ્ચાર-બેનરો જોવા મળી આવ્યા હતા. બીજીતરફ પ્રવીણ તોગડીયાની ઉપવાસ છાવણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. અહી બે પીઆઈ-પીએસઆઈ સહીતના ૭૦થી વધુ જેટલો પોલસે કાફલો તૈનાત કરાયો છે.