તેરી ભી ચુપ..મેરી ભી ચુપના તાલે ધુમ કાળાબજારી..! ભુજના બોગસ bpl  રાશનકાડનો રેલો ગાંધીધામમાં કયારે?

બીપીએલ કાર્ડ ધારકો ભુજના આલીશાન-પોશ વિસ્તારોમાં કયાંથી ? જાગૃત નાગરીકે કરેલી ધારદાર રજુઆત બાદ તંત્ર છે હરકતમાં : પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં પણ અનેક બોગસ રાશનકાર્ડ-બીપીએલ ધારકોના નામે રેશનીંગના જથ્થાની ધૂમ કાળાબજારીની સેવાઈ રહી છે વકી

 

ગાંધીધામ : જિલ્લાના પાટનગર ભુજમાં રેશનીંગના અનાજની કાળાબજારીના કૌભાંડ તથા બોગસ બીપીએલ કાર્ડ બન્યાની ફરીયાદ એક જાગૃત નાગરીક દ્વારા ચોકકસ આધારપુરાવાઓ સાથે દર્શાવી હતી. જે પછી જિલ્લાનુ તંત્ર હરકતમાં છે અને આ બાબતે ઘનિષ્ઠ તપાસ ચલાવવામા આવી રહી હોવાનુ મનાય છે. બોગસ બીપીએલ કાર્ડધારકો તથા સસ્તા અનાજના દુકાનદારો સહિતની સંભવત સંડોવણી ધરાવતા અ કૌભાંડ જે રીતે આચરાતુ હોવાની ભુજમાં આશંકા દર્શાવવામા આવી છે તેવી જ રીતે સમગ્ર પ્રકરણની ગાંધીધામ કક્ષાએ પણ છાનબીન કરવામા આવે તો અહી પણ મોટા ભોપાળાઅ બહાર આવવા પામી શકે તેમ મનાય છે.
કહેવાય છે કે માત્ર બોગસ બીપીએલ કાર્ડ ધારકો જ નહી પરંતુ બોગસ બીપીએલ કાર્ડ ધારકો બનાવનારા સસ્તા અનાજના દુકાનદારો અને બોગસ બીપીએલ કાર્ડ બનાવામા મદદગારી કરનારા પુરવઠાતંત્રના અને માલતદાર કચેરીના લાપરવાહ જવાદબાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવીજોઈએ. ગાંધીધામમાં પણ આ મામલે ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ. નોધનીય છે કે, ગાંધીધામમાં પણ સારા સારા વિસ્તારોમાં રહેનારાઓના બીપીએલ કાર્ડ બનેલા છે પરંતુ આવો વર્ગ કયારે રેશનીંગનો જથ્થો લેવા લાઈનમાં ઉભેલો જોવા મળી આવતો નથી તો વળી આવા વિસત્રોમાં પણ રેશનીંગધારકો દ્વારા બોગસ બીપીએલ કાર્ડ બનાવી અને તેની અડમાં સરકારી અનાજના તગડા જથ્થાની ફાળવણી સરકાર પાસેથી કરાવી લે છે અને તેના આધારે સસ્તામાં મળી જતા આ જજથ્થાની ઓપન માર્કેટમાં રીતસરની કાળા બજારી જ કરી રહ્યા હોવાની ચકચાર પણ ઉઠી રહી છે. જો આ બાબતે ગાંધીધામમાં તપાસ કરવામા આવે તો આવા પુરવઠાના જથ્થાનું વિતરણ, વસુલાતી રકમ, તેમાં રટ્ટ રહેલા તત્વો સહિતન ચહેરાઓ બેનકાબ જ થવા પામી જાય તેમ મનાય છે.