તૂફાન ફિલ્મની રિલીઝ પર રોક, કોરોનાના કારણે મેકર્સે લીધો નિર્ણય

(જી.એન.એસ)મુંબઇ,કોરોના વાયરસના કારણે ફરી એકવાર લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. સતત વધતા જતા કેસ લોકોને ડરાવી રહ્યા છે. કોરોનાની અસર ફરી એકવાર સિનેમા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે અનેક ફિલ્મ રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફિલ્મ ’તુફાન’ ની રિલીઝ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ ૨૧ મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તરએ કોરોના રોગચાળા દરમિયાન તેમના સ્ટાફને સુરક્ષિત રાખવાનું કારણ જણાવ્યું છે.
ફરહાન અખ્તરની ફિલ્મ ’તુફાન’ ગત વર્ષે રિલીઝ થવા માટે તૈયાર હતી. પરંતુ ગયા વર્ષે પણ કોરોનાના કારણે થિયેટરો બંધ હોવાથી ફિલ્મ રિલીઝ થઈ ન હતી. આ વર્ષે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી તેની રિલીઝ ડેટ આગળ વધી ગઈ છે.’તૂફાન’ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાણી, રાકેશ ઓમ પ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. રાકેશ ઓમ પ્રકાશ મહેરા આ ફિલ્મના ડિરેક્ટર છે. રાકેશ ઓમપ્રકાશ મહેરા સાત વર્ષ બાદ ફરહાન ખાન સાથે કરી રહ્યા છે. અગાઉ બંનેએ ’ભાગ મિલખા ભાગ’માં સાથે કામ કર્યું હતું.