તુણા બંદરેથી ઘેટા-બકરાની નિકાસ પર કાયમી બ્રેકની ભીતિ

પશુઓની નિકાસ મામલે નિયમોના ભંગના મામલે સર્વોચ્ચ અદાલત સુધી મુદ્દો લઈ જવાનો સ્વૈચ્છીક સંસ્થાનો નિર્ધાર : વૈજ્ઞાનીક સંશોધનો માટે પશુઓના નિકાસની મળી શકે છે છુટ, પરંતુ કત્લ માટે તો મંજુરી આપી જ ન શકાય

 

કાયદાના આધારે એક ડોક્ટર દૈનીક ૯૬ પશુથી વધારે ચેક કરી શકતા ન હોવાથી ૧૦ હજાર પશુના સર્ટીફીકેટ માટે ૧૦૦થી વધુ ડોક્ટરની જરૂર પડે જે તુણા બંદરે શક્ય નથી તો પછી ૧૦ હજાર ઘેટા-બકરાને કેવી રીતે અપાયા હોય વેટરનરી પ્રમાણપત્ર?

 

તુણા સહિત દેશના તમામ બંદરો પરથી લાઈવસ્ટોક નિકાસ પર પ્રતિબંધ : કેન્દ્ર સરકારનું એલાન

જીવદયા સંગઠનો-જાહેર સંસ્થાઓએ કેન્દ્ર સરકાર સમક્ષ પશુઓ સાથેની ક્રુરતા બાબતે કેન્દ્ર સમક્ષ કરી હતી રજુઆત, જે પછી તુણા બંદરે આદરાયેલી તપાસના તથ્યરીપોર્ટ બાદ દેશભરના તમામ બંદરો પરથી લાઈવસ્ટોક પર લગાવ્યો છે બેન : મનસુખભાઈ માંડવીયાગાંધીધામ : દેશના જીવદયા પ્રેમી સંસ્થાઓ તથા જાહેર વિરોધના પગલે હવે કેન્દ્રીય રાજયશીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાની યાદીમાં જણાવ્યા અનુસાર હવે દેશભરના તમામે તમમ બંદરોથી પરથી કોઈ પણ પ્રકારના લાઈવસ્ટોકની મંજુરી આપવામાં આવશે નહી. હાલતુરંત તમામ બંદરો પરથી ઘેટા-બકરા સહિતના લાઈવસ્ટોકની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. શ્રી માંડવીયાએ વધમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સમક્ષ રજુઆત આવી હતી કે દીનદયાલ પોર્ટ કંડલા હસ્તકના તુણા બંદરેથી ઘેટા-બકરાની યુએઈમાં બકરી ઈદ માટે નિકાસ કરવામા આવી રહ્યા છે. નોધનીય છે કે, શીપીંગ સચીવ ગોપાલ ક્રીષ્ના દ્વારા મંત્રીશ્રી માંડવીયાના આદેશ બાદ હવે લાઈવસ્ટોકના નિકાસ અટકાવવાના આદેશ અપાયા છે. નોધનીય છે કે, ગત સપ્તાહમાં કચ્છના તુણા બંદરેથી રવાના કરવામાં આવેલા કન્સાઈન્ટમેન્ટમાં લોડીંગ અને વાહનોની હેરફેર સહિતનાઓમાં નિયમોની અમલવારીમાં કચાશ હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ.જો કે, બીજીતરફ એએઆઈએસવીઆઈએ એટલે કે આઈ ઈન્ડીયા સૈલીંગ વેશલ્સ ઈન્ડીસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ દીગંત જોષી દ્વારા સરકારના આ નીર્ણયનો વિરોધ કરાયો હતો અને કહેવાયુ હતુ કે, પાછલા પાંચ દાયકાથી લાઈવસ્ટોકની દેશમાથી નિકાસ કરવામા આવી રહી છે અને આ રીતે એકાએક જ તેના પર બેંક લગાવવો અયોગ્ય કહેવાય. પરંતુ બીજીતરફ કેન્દ્ર સરકાર પોતાના નિર્ણય પર અફર છે અને હાલતુરંત તો બેન લગાવી દીધો છે.

 

 

 

 

 

 

 

ભુજ : કચ્છના તુણા બંદરે હજારો પશુઓની નિકાસ કરવાના મામલે વિરોધના સૂર ઉઠતા સરકારે આ નિકાસ પર રોક લગાવી છે ત્યારે ગૌસેવા સંઘે જીવતા પશુઓની નિકાસમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો છડેચોક ભારતન બંધારણમાં આર્ટીકલ ૪૯/૪૮- એ પ્રમાણે પશુઓની વૈજ્ઞાનીક શોધ માટે જ નિકાસની છૂટ અપાઈ છે. પરંતુ કતલ માટે નિકાસ કરવાની છુટ અપાઈ નથી. આવી ગેરકાયદેસર નિકાસના કારણે વિશ્વમાં સૌથી ઓછુ માસ અરોગતા ભારતમાં જ સૌથી વધુ નિકાસનો આંક સામે આવ્યો છે.
બ્રાઝીલને પાછળ મુકીને વિશ્વમાં ભારત નિકાશ કરતા દેશોમાં પ્રથમ છે. જીવતા પશુની નિકાસમાં ક્રુરતા હોવાથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાનમાં જીવતા પશુની નિકાસ બંધી કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપિતા ગાંધીજીના અહિંસા પ્રેમી દેશમાંજ ગેરકાયદેસર નિકાસ કરવામાં આવી રહી છે. પશુઓની નિકાસ માટે વેટરનરી ડોક્ટરી દ્વારા ફીટ ફોર ટ્રાન્સપોર્ટ્રેશનનું સર્ટીફીકેટ આપવામાં આવતુ હોય છે ત્યારે ૧૦ હજાર પશુઓને કેવી રીતે સર્ટીફીકેટો અપાયા હશે તે સવાલ છે. કાયદાના આધારે એક ડોક્ટર દૈનીક ૯૬ પશુથી વધારે ચેક કરી શકતા ન હોવાથી ૧૦ હજાર પશુના સર્ટીફીકેટ માટે ૧૦૦થી વધુ ડોક્ટરની જરૂર પડે જે તુણા બંદરે શક્ય નથી ભારત સરકારના એનિમલ ક્વોરેન્ટાઈન કાયદા મુજબ દરેક પશુને અલગ નંબર ટેગ કરવો પડે છે. તેમજ હેરફેરની મોકળાશ આપવી પડે છે.
અવા કાયદાઓનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ભંગ થતો હોવાથી ફરિયાદ રાખી વિરોધ કર્યો છે. અખીલ ભારત કૃષી ગૌસેવા સંઘના કેસરીચંદ મહેતાના જણાવ્યા અનુસાર, તુણા બંદરેથી ૧૦ હજાર જેટલા ઘેટા- બકરાની નિકાસ થવાની હતી. તેમા કાયદાનો ભંગ થતા સરકારે આ નિર્ણય હાલ પૂરતો મુલત્વી રાખ્યો છે. આ અંગે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા મુંબઈથી વડી અદાલતમાં એક રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. અને સર્વોચ્ચ અદાલતમાં પણ આ ગેરકાયદેસર નિકાસને પડકારવામાં આવશે. ભારતમાં જીવતા પશુઓની નિકાસ પર કાયમી બંધી લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.