તુણા નજીક ટ્રકના ઠાંઠામાં કાર ભટકાતા ચાલક ઘવાયો

ગાંધીધામ : તાલુકાના તુણા નજીક ઉભેલ ટ્રકના ઠાઠામાં કાર ભટકાતા ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રામપર તુણા ગામે રહેતા રાજેશ મ્યાઝર મેર (ઉ.વ.ર૭) ગતરાત્રીના સવા નવ વાગ્યે પોતાની હોન્ડા સીટીકાર નંબર જીજે. ૧ર. ડીએ. ૪૮પ૮ લઈ જતો હતો ત્યારે રોડ પર ઉભેલી ટ્રક નંબર જીજે. ૧ર. એક્સ. ૩૧૩૯ના ઠાઠામાં ધડાકાભેર ભટકાવી પોતાને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરતા કંડલા મરીન પોલીસે જાણવા જોગ દાખલ કરી સહાયક ફોજદાર પ્રવિણભાઈ ગઢવીએ તપાસ હાથ ધરેલ છે.