ગાંધીધામ : અંજાર તાલુકાના તુણા ઝીરો પોઈન્ટથી તુણા વંડી તરફ જતા માર્ગ પર કાર ચાલકે બાઈકને હડફેટમાં લેતા બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અબ્દુલ ઉર્ફે ગની આમદ સમેજાએ જીજે.૧ર.ઈઈ ૮૬૩૧ નંબરની બલેનો કારના ચાલક જાફર સીધીક ચાવડા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબજાની કાર પુરઝડપે અને બેદરકારી પૂર્વક હંકારીને ફરિયાદીની જીજે૧ર. બીએમ ૯૦૯૦ નંબરની બાઈકને પાછળથી ટક્કર મારીને ફરિયાદી અને બાઈકની પાછળ બેઠેલા સાહેદને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન લઈ નાસી ગયો હતો. બનાવને પગલે કંડલા પોલીસ મથકે ગુનો નોંધાતા આગળની તપાસ એએસઆઈ મહેશ ચાવડાએ હાથ ધરી છે.