તારાચંદભાઈ છેડાના જન્મદિન નિમિત્તે, કવિઓ જૈન મહાજન ખાતે દંત – હોમિયોપેથીક વિભાગ પુનઃ શરૂ કરાયો

ભુજ : ક.વિ.ઓ. જૈન મહાજન ભુજ સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાના જન્મદિવસ નિમિત્તે રાહતદરે દંત વિભાગ અને રાહતદરે હોમિયોપેથીક વિભાગનું સંસ્થાના ઉપપ્રમુખ મુકેશભાઈ છેડા, સહમંત્રી હિરેનભાઈ પાસડ, ખજાનચી હરેશભાઈ ગોગરી, સખીવૃંદના ચેતનાબેન છેડા, અંજુબેન શાહ, ડો. અશોકભાઈ ત્રિવેદી, ડો. ફાલ્ગુનીબેન મહેતા, ડો. સુમનબેન શાહ વિગેરેના હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી આપતા સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસડે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી કોરોના બિમારીના વધતા સંક્રમણને ધ્યાને લઈને સંસ્થા દ્વારા સંચાલિત મેડિકલ વિભાગ બંધ કરવામાં આવ્યો હતો, હવે જયારે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે, ત્યારે કચ્છી પ્રજાજનોને સહાયરૂપ બનવા માટે મેડિકલની ખર્ચાળ સેવાથી રાહત આપવા માટે રાહતદરે મેડિકલ વિભાગનો સંસ્થાના પ્રમુખશ્રી છેડાના જન્મદિવસ નિમિત્તે પુનઃ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. તો સંસ્થાના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કહ્યું હતું કે, સંસ્થા દ્વારા અવાર નવાર રાહતદરે મેડિકલ સારવાર માટે કેમ્પ યોજીને કચ્છની જનતાને સારૂં સ્વાસ્થ્ય મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. પુનઃ રાહતદરે શરૂ થઈ રહેલા દંત વિભાગ મધ્યે સોમથી શનિ સવારે ૯થી ૧ર ડો. ફાલ્ગુનીબેન મહેતા અને સાંજે ૪થી ૬ ડો. સુમનબેન શાહ દંત રોગના દર્દીઓની અને સોમથી શનિ સાંજે ૪થી પ હોમિયોપેથીક વિભાગમાં ડો. અશોકભાઈ ત્રિવેદી દર્દીઓની સારવાર કરશે. કાર્યને સફળ બનાવવા સંસ્થાના જનરલ મેનેજર અંક્તિ ગાલા હરનીશભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

મસ્કા ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનો ર૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

તો બીજીતરફ સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંચાલિત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના જન્મ દિવસે નિષ્ણાત ડોકટરોના વિનામૂલ્યે મેઘા મેડિકલ કેમ્પનું હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મૃગેશભાઈ બારડ, સરપંચ કીર્તિભાઈ ગોર, શિલ્પાબેન નાથાણી, માંડવી નગરપાલિકાના નગરસેવક વિજયભાઈ ચૌહાણ, પૂર્વ નગર પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, સામાજિક આગેવાન નારાણભાઈ સંઘાર વિગેરેના હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મૃગેશભાઈ બારડે કહ્યું હતું કે, સંસ્થાના અધ્યક્ષ શ્રી છેડાના જન્મ દિવસ નિમિત્તે લોકોને ઘર આંગણે સુપર નિષ્ણાંત ડોકટરોની સેવા મળે તે માટે સર્વ રોગ નિદાન અને સારવારના વિનામૂલ્યે મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. મેડિકલ કેમ્પમાં આંખ રોગના નિષ્ણાંત ડો. સત્ય ગણાત્રા, સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. રિતીકાબેન ગણાત્રા, દંત રોગના નિષ્ણાંત ડો. ભૂમિકાબેન બારોટ, હરસ મસા, ભંગદરના નિષ્ણાંત ડો. મેહુલસિંહ ઝાલા, ડો. આશિષભાઈ ગજેરા વિગેરેએ દર્દીઓની તપાસણી કરી અને તેમની બિમારીનું નિદાન કરાયું હતું. કેમ્પ દરમિયાન લોહી પરીક્ષણ, એક્સ-રે, દવા વિગેરે સેવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કેમ્પનો ર૦૦થી વધુ જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

તારાચંદભાઈ છેડાના જન્મદિને મોટા કાંડાગરામાં કરાઈ ઉજવણી કરાઈ

મોટા કાંડાગરા ગામનું ગૌરવ, ગૌપ્રેમી એવા  તારાચંદભાઈ છેડાના જન્મદિવસ નિમિત્તે ગામની પાંજરાપોળની ગાયોને ગોળ ખવડાવીને ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત સીટના સભ્ય સોમાભાઈ રબારી, સરપંચ જાેરૂભા ઝાલા, ઉપસરપંચ ભીમશીભાઈ ગઢવી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.