તાનાશાહ કિમ જોંગ ખતમ કરવા માગે છે એટમી હથિયાર- વ્હાઈટ હાઉસ

વોશિંગટનઃ નોર્થ કોરિયા અને અમેરિકાની વચ્ચે એટમી હથિયારો મુદ્દે ટૂંક સમયમાં વાતચીત થશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મુજબ, નોર્થ કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન હથિયાર ખતમ કરવા ચર્ચા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટી રવિવારે વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ કરી. ટ્રમ્પ અને કિમની મુલાકાત મેના અંતિમ મહિનામાં થઈ શકે છે. થોડા દિવસો અગાઉ અમેરિકન પ્રેસિડન્ટ પણ તેના માટે સહમતિ જાહેર કરી ચૂક્યા છે.