તાણી કોંગ્રેસમાં સૌથી મોટો ભુકંપ

કોંગ્રેસના જળમુડથી સુપડા કરીશું સાફ : વાઘાણી

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભની ચૂંટણીઓના ભણકારા ગાજી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં ગાબડાઓ પાડવામા આવી રહ્યા છે. દરમ્યાન જ તાપીમાં કોંગ્રેસને માટે આજ રોજ ફટકારૂપ ખબર સામે આવવા પામી રહ્યા છે.
આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધી અને કહ્યુ હતુ કે, તાપીમાં આદીવાસી જિલ્લાઓમાંથી કોંગ્રેસના આગેવાનો ભાજપની નીતીથી પ્રેરાઈને પક્ષમાં જાડાયા છે તેઓને હું આવકારૂ છુ. અને આગામી ચૂંટણીમાં કોગ્રેસને બુથ કક્ષાએથી જ જ ઉખેડી ફેકવામા આવશે તેમ કહેયુ હતુ.