તાઉતેની આફત હળવી થઈ : ડીપીટી-કંડલા પોર્ટનું ઓપરેશન કાલથી ચાલુ થવાની સંભાવના

ડીપીટીના ચેરમેનશ્રી મહેતા અને ડે.ચેરેમન શ્રી શુકલાએ પોર્ટ વિસ્તારની મુલાકાત લીધી

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીટી પોર્ટ કંડલા સભવત તાઉતે વાવાઝોડાની સામે ગત રોજ અટકાયતી પગલાઓને ધ્યાને રાખી અને પોર્ટની તમામ કાર્યવાહી અને હલચલ બંધ કરવામા આવી હતી. ગુજરાતમાં તાઉતે ગત રોજ રાત્રે ટકરાઈ ગયા બાદ હવે ધીરે ધીરે નબળુ પડી રહ્યુ છે ત્યારે હવામાન વિભાગની સુચના અને માર્ગદર્શનની સાથે કંડલા ડીપીટી પોર્ટ પણ આવતીકાલથી ફરીથી પૂર્વવત જ કરી દેવામા આવે તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તથા પોર્ટના પીઆરઓ એામપ્રકાશ દાદલાણીના જણાવ્યા અનુસાર આજ રોજ ડીપીટીના ચેરમેન એસ. કે. મહેતા તથા ડે.ચેરમેન શ્રી શુકલા ખુદ પોર્ટ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધા બાદ જરૂરી સમીક્ષા બેઠક યોજી અને હવામાન વિભાગ તરફથી મળેલી સુચનાઓ અનુસાર કંડલા પોર્ટનું સમગ્ર ઓપરેશન આવતીકાલ સવારથી પૂર્વવત કરી દેવાની નિર્ણાયક વિચારણઓ કરી લેવામાં આવી છે. આવતી કાલથી જો પોર્ટ ફરીથી ઓપરેશન ચાલુ કરે તો જે જહાજો સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા તેઓ બર્થીંગ સહિતની ગતીવીધીઓ શરૂ કરવામા આવી જશે. તેઓએ કહ્યુ હતુ કે, ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પોર્ટ પર હજુય સિગ્નલ આઠ નંબરનુ જ લગાવવામાં આવ્યુ છે. આજ રોજ પોર્ટ વિસ્તારની મુલાકાતે અધ્યક્ષ એસ કે મહેતા તથા ડે.ચેરમેનશ્રી શુકલાએ જાત સમીક્ષાઓ કરી હતી.

તકેદારીના ભાગ રૂપે ડીપીટી ઓટીબી ખાતે ખસેડાયેલ તમામ જહાજ સુરક્ષીત

હવામાન વિભાગે કંડલા-માંડવી-જખૌ બંદર પર આજેય પણ ૮ નંબરનુ જ સિગ્નલ તકેદારીના ભાગરૂપે રાખ્યુ યથાવત