તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ૧ર ઓકટોબરે ગાંધીનગર ખાતે ધરણા

કચ્છ જિલ્લા તલાટી મંડળે પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરને કરી રજૂઆત

ભુજ : તલાટી કમ મંત્રીના વિવિધ પડતર પ્રશ્નો બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવતું નથી. તેથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરાઈ છે.
મંડળના પ્રમુખ વિજયભાઈ ગોસ્વામીએ રજૂઆત કરતા જણાવ્યું કે, જુના તલાટીઓ ભરતી થયા હતા તેમને હજુ સુધી ગ્રેડ આપવામાં આવ્યા નથી. જયારે નવા ભરતી થયેલા તલાટીઓને ગ્રેડ આપવામાં આવ્યા છે. તેમજ તલાટીઓના વિવિધ પ્રશ્ન મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાંય હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની કારોબારી સભા યોજાઈ હતી. જેમાં પ્રશ્ને બાબતે રાજ્ય સરકારને આવેદન પત્ર આપવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. જેથી આ અંગે આવેદન આપવામાં આવ્યું છે. જો પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો તા.૧ર ઓકટોબરના રાજ્યના તમામ તલાટીઓ ગાંધીનગર ખાતે ધરણા પર બેસશે તેવી ચિમકી આપવામાં આવી છે.આ આવેદન વેળાએ મંડળના મંત્રી વિનોદભાઈ સોલંકી, શૈલેન્દ્રસિંહ જાડેજા, અર્ચનાબેન ગોસ્વામી, રૂપસિંહ જાડેજા, તરૂણભાઈ જોષી સહિતના તલાટીઓ હાજર રહ્યા હતા.