તરા ગામે ગેરકાયદેસર ચાલતા પવનચક્કીના કામોને અટકાવો

ગ્રામજનો દ્વારા કલેકટર, ના.કલેકટર, ધારાસભ્ય અને મામલતદારને
કરાઈ રજૂઆત

 

નખત્રાણા : તાલુકાના તરા- લાખાડી સહિતના ગામો ખેતી અને પશુપાલન પર આધારિત ગામો છે. જંગલ કે ગૌચરની જમીન, ખેતીની જમીન સિવાય માત્ર થોડા જ વિસ્તારમાં છે તેમ છતાં સરકાર દ્વારા આ વિસ્તારમાં પવનચક્કી મંજૂર કરી આ વિસ્તારના ખેતી અને પશુપાલન માટે ખુબ જ નુકસાનકારક બન્યું છે.
તરા (લાખડી) જૂથ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી કલેકટર, નાયબ કલેકટર, ધારાસભ્ય અને મામલતદારને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે, કચ્છમાં વર્ષો સુધી દુષ્કાળોમાં પણ કયારે પાણી કે ઘાસચારા માટે સરકાર પાસે માંગણી કરવી પડી નથી ત્યારે પવનચક્કીઓથી આ નિલોછમ વિસ્તાર વિરાળ બની ગયો છે.
પવનચક્કી લાખાડી સીમમાં ભુજ- નખત્રાણા હાઈવે રોડ ઉપર કોઈ પણ જાતની પરવાનગી કે બિનખેતી કર્યા સિવાય ખેતીની જમીન પર પવનચક્કીનું મોટુ ગોદામ બનાવી ખેતીની જમીન બિનખેતીમાં ફેરવ્યા વગર ઉપયોગમાં લેતા આ જમીનનો ખુલ્લેઆમ શરત ભંગનો ગુનો કરેલ છ, જેથી ગ્રા.પં. તથા ગ્રામજનોએ માંગણી કરેલ કે આ જમીન ખુલ્લી કરવા તથા આ વિસ્તારમાં પવનચક્કીનું કામ અટકાવવા માંગ કરી છે અને જો આ બાબતે પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી માંગ કરી છે.