ડ્રગ્સની કેપ્સ્યુલ-દવા બનાવી કચ્છથી એકસપોર્ટ થતા પહેલા ઝડપાયુંદિલ્હીના ૧રપ કરોડના ડ્રગ્સકાંડમાં કચ્છ કડી ? જિલ્લાની બે કન્ટેઈનર લાઈનના નામ ખુલ્યા..!

નાપાક ખુફીયા એજન્સીના ઈશારે રચાયો હોઈ શકે કારસો

દેશની કેન્દ્રીયકૃત તપાસનીસ એજન્સી દિલ્હીથી સબંધીત હીરોઈન પ્રકરણમાં ગાંધીધામની બે દીવસ લટાર મારી ગઈ હોવાની ચર્ચા : ગાંધીધામ-કંડલા સંકુલની હોંગકોંગ બેઝડ પ્રખ્યાત શીપીંગ કંપની અને કન્ટેઈનર લાઈન રડારમાં રહી હોવાની ચકચાર

 

દિલ્હીમાંથી કરોડાના હીરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા બાદ ફેલાતી ચકચાર : અફઘાનથી પાકિસ્તાન અને ત્યાંથી પંજાબ થઈ દિલ્હીથી વાયા કાંઠાળ કચ્છ થઈ વેસ્ટ યુરોપમાં નશીલાપદાર્થની ખેપ પહોંચાડવાની યોજનાનો સંભવત ઘટસ્ફોટ થવાની ગણાતી ઘડીઓ

 

ગાંધીધામ : દેશની રાજધાનીમાથી તાજેતરમા જ એક મસમોટા ડ્રગ્સકાંડનોપર્દાફાશ થવા પામ્યો છે. અહીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧રપ કરોડના હીરોઈનના જથ્થા સાથે ચાર શખ્સાને ઝડપી પાડયા હતા. જેઓની ધરપકડ કરવામા આવી છે તેમાં જહાંગીર એહમદ અફઘાનીસ્તાન કાબુલ, ગુરુબચ્ચન સિંહ ભારતમાં ન્યુ દિલ્હી, મુમતાઝ બેગમ, હાજીમાલમઃઅફઘાનિસ્તાન કાબુલ, અને નાડી ઈરેનીયસીઃમુળ નાઈજી રીયનની મહીલાનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે.
કરાડેોના હીરોઈનનો જથ્થો જે દિલ્હીમાંથી પકડાયો છે તેમાં હકીકતમાં કેવા કેવા ગંભીર પ્રકારના ખેલ પડવાના હતા અથવા તો કઈ રીતે અને કયા રૂટથી હેમખેમ વિદેશમાં પહોંચાડી દેવાયાનો ગેમ પ્લાન ઘડાઈ ગયો હતો તે મામલે પણ અનેકવિધ ચકચારી ખુલાસાઓ થવા પામી રહ્યા હોવાનુ મનાય છે. જે પ્રાથમિક તપાસમાં ચર્ચાતી વાત સામે આવી રહી છે તેને જોતા દિલ્હીના આ પ્રકરણમા કયાંક ને કયાંક કચ્છ કડી સામે આવવા પામી રહી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, આ હેરોઈનનો તગડો જથ્થો અફઘાનીસ્તાન, પાકથી થઈ અને દિલ્હી વાયા કાંઠાળ કચ્છ પટેથી અલજુબેલ પોર્ટ મારફતે વેસ્ટ યુરોપ સુધી મોકલવાનો કારસો ઘડાઈ ગયો હતો. અહી કોઈ પણ એજન્સીને ગંધ શુદ્ધા ન આવી શકે તે માટે આ ડ્રગ્સને દવાના સ્વરૂપમાં અહીથી એકસપોર્ટ કરવાની યોજના હોવાનુ મનાઈ રહ્યુ છે.
કહેવાય છે કે, આ સમગ્ર પ્રકરણનીતપાસ હાલમાં ડેપ્યુટી કમિશ્નર, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ સાથે સ્ટાફ કરી રહ્યો છે. જેમાં જહાંગીર એહમદ પાસે ૧૧ કીલો ગુરુબચન પાસે ૧ કીલો તેમજ દ્વારા દિલ્હી ઈલાકામાં ઘરેથી ૧૦ કીલો પકડાયું હોવાનુ મનાય છે. મુખ્યસુત્રધાર આરોપી પાકીસ્તાન અઝમલનું કાવતરું ભારતને બદનામ કરવા, ભારતના બંદર, કચ્છના બંદરથી કેપ્સુલ બનાવી, દવાના નામે એકસપોર્ટ કરવાની યોજના હોવાનુ પણ મનાય છે. પાકીસ્તાની અઝમલ, આઈ.એસ.આઈ. સાથે જોડાયેલ હોવાનુ મનાય છે. યુરોપમાં મોકલવાના હતા, નોધનીય છે કે, આ કેસમાં જિલ્લાની બે કન્ટેનર લાઈન અને એજન્સીનું નામ પણ ખુલ્યું છે અને તેના માટે જ દિલ્હીની એક કેન્દ્રીયકૃત ગુપ્તચર એજન્સી ગાંધીધામમાં બે દીવસ મુકામ કરી ગઈ અને આ એજન્સી પાસેથી સાહિત્ય કબ્જે પણ કરી ગઈ હોવાનુ મનાય છે. સેકસન ર૧/ર૯ તળે એકટ(એનડીપીએસ)હેઠળ ધરપકડ ગુનો દાખલ કરાયો છે ત્યારે આવનારા દીવસોમાં કચ્છમાં કાર્યરત કન્ટેનર લાઈન, એજન્સી પણ તટસ્થ અને પારદર્શક તપાસ આદરશો તો ઝપટે પડી શકે તેમ માનવામા આવી રહ્યુ છે. અહી સૌથી ચોકાવનારી અને ગંભીર વાત જો કોઈ બની રહી હોય તો એ તે જ છે કે, દિલ્હીમાં જે જથ્થો પકડાયો તેના માટે કચ્છમાથી કારસો ગોઠવાયો હોવાની ચકચાર ઉઠી રહી છે તો આવી ગંધી કચ્છમાં દેશભરમાં ધામા નાખી બેઠેલી ગુપ્તચર એજન્સીને કેમ ન આવી?