ડોલરની સરખામણીએ  રૂપિયો થયો ૭ પૈસા મજબૂત

મુંબઈ : આજે શેરબજારમાં ભલે લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો હોય પરંતુ શરૂઆતી વેપારમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૭ પૈસા મજબૂત થઈને ૬૩. ૯૫ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો મજબૂત થવાનું કારણ નિકાસકારો તથા બેંકોએ ડોલરની કેરલી વેચવાલી છે. મુદ્ર કારોબારીઓએ જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ કરેલા હાઇડ્રોજન બોમ્બના પરિક્ષણ થી ફરીથી વધેલા ૭ -રાજકીય તણાવને કારણે અન્ય વિદેશી મુદ્રાઓની સરથામણીએ ડોલર નબળો પડ્‌યો હતો અને તેનો લાભ રૂપિયાને મળ્યો હતો.જોકે ઘરેલુ શેર બજાર નીચલા સ્તરે ખૂલવાથી રૂપિયામાં તેજીની રફ્‌તાર અટકી ગઈ હતી. ગત અઠવાડિયે રૂપિયો ડોલરની સરખામણીએ ૧૨ પૈસા તૂટીને ૬૪. ૦૨ની સપાટીએ બંધ થયો હતો.