ડોમીસાઈલ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ : ડોમીસાઈલ પ્રમાણપત્ર મામલે રાજયની અદાલત દ્વારા આજ રોજ મહત્વપર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. રાજયની મેડીકલ કોલેજમાં પ્રવેશના વિવાદ મામલે આજ રોજ જજમેન્ટ અપાયુ છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડોમીસાઈલનો નિયમ રદ કરવાની હાઈકોર્ટ દ્વારા મનાઈ કરી દેવામા આવી છે. તો વળી ધો.૧૦મું પણ ગુજરાતમાં કરવામાઆવેલ હોય તે નિયમને પણ યોગ્ય જ ગણાવાયો છે. ધો.૧૦ અને ૧રમું ધોરણ ગુજરાતમાં પાસ કરેલ હોય તે જ વિદ્યાર્થી ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે તેવા ગુજરાત સરકારના કાયદાને નામદાર હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામા આવ્યો હોવાની પ્રતિક્રીયા રાજયના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.