ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી લગાવ્યો આર્થિક પ્રતિબંધ : ભારતને થઈ શકે છે માઠી અસર

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. જોકે તેમણે કહ્યું છે કે, તેમની સાથે નવા પરમાણુ કરાર માટે હજુ પણ રસ્તો ખુલ્લો છે. આ પહેલાં મે ૨૦૧૮માં અમેરિકાએ ઈરાન સાથે ૨૦૧૫માં થયેલા પરમાણુ કરારમાંથી પોતાની જાતને અલગ કરી દીધા હતા. અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવતા ભારત જેવા દેશ ઉપર અસર થઈ શકે છે, જે ત્યાંથી મોટી માત્રામાં ક્રૃડ ઓઈલની આયાત કરે છે.
ટ્રમ્પે કહ્યું, અમેરિકા ૧૪ જુલાઈ ૨૦૧૫ જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન અંતર્ગત ઈરાનથી હટાવવામાં આવેલા પરમાણુ કાર્યક્રમ સંબંધી પ્રતિબંધોને ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય ૭ ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. બાકી અન્ય પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધ ૫ નવેમ્બર ૨૦૧૮થી લાગુ થશે. તેના અંતર્ગત
પેટ્રોલિયમ સંબંધી અને વિદેશી નાણાકીય સંસ્થાઓ સાથે લેણ-દેણ સહિત ઈરાનના ઉર્જા ક્ષેત્રનો પણ સમાવેશ કરાશે.
ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે, તે મોટા પરમાણુ સોદા માટે અત્યારે પણ તૈયાર છે. તે માટે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ અને આતંકવાદને સમર્થન સહિત પોતાની દરેક ઘાતક ગતિવિધિઓની માહિતી આપે. તેમણે કહ્યું કે, અમેરિકા હાલ દરેક પ્રતિબંધ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને ઈરાનની સાથે વેપાર કરનાર દરેક દેશ સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે ચેતાવણી આપી છે કે, ઈરાનની સાથે ગતિવિધિઓ ઓછી ન કરનાર સંસ્થા અને લોકોને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશ