ડોણમાં પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સ  પોલીસના સકંજામાં

માંડવી : તાલુકાના ડોણ ગામની સીમમાં રતનપુર પાટીયા પાસે વાડીમાં કામ કરતી પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટેલા મોટી રાયણના શખ્સને પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દુષ્કર્મનો બનાવ ગત તા.૧૪/૯/૧૭ના બપોરના બારેક વાગ્યે બનવા પામ્યો હતો. ભોગ બનનાર પરિણીતા પોતાની વાડીએ કામ કરતી હતી ત્યારે મોટી રાયણ ગામનો મુસ્તાક જુણેજા નામનો શખ્સ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો અને પરિણીતાના બન્ને હાથ તથા મોઢુ રૂમાલથી બાંધી દઈ વાડીના મકાનમાં ઢસડી જઈ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાએ ગઢશીશા પોલીસ મથકે ફોજદારી નોધાવતા ઈન્ચાર્જ પીઆઈ એન.જી. વાઘેલાએ તપાસ હાથ ધરી હતી અને આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો. બળાત્કારના બનાવથી ચકચાર મચી જવા પામી હતી.