ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી છેતરપિંડી આચરનારા બે ઝડપાયા

(જી.એન.એસ)ભાવનગર,ભાવનગર શહેર માં કેટલાક ભેજાબાજો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની આર્થિક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી ડોક્યુમેન્ટ આધારે લોન લઈ છેતરપિંડી આચરતા બે શખ્સને પોલીસે ઝડપી લઈ તેમની પાસે થી ૯ સ્કૂટરો સાથે રૂ,૫,૭૦,૦૦૦ નો મુદ્દામાલ હસ્તગત ર્ક્યો હતો.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નિર્મળનગર વિસ્તારમાં શેરી નં-૧૦ પ્લોટનં-૪૦ રહેતા મિતુલ કરમશી ઝાંઝરૂકિયાને ફ્રીઝ લેવું હોય આથી સસ્તાં વ્યાજ બેંક લોન કરાવી આપવાનો વિશ્વાસ સંપાદન કરી શાહરૂખ હુસેનખાન પઠાણ ઉ.વ.૨૭ રે. જમના કુંડ મોહસીન હનીફ શેખ ઉ.વ. ૩૨ રે સાંઢીયાવાડ હાલ વડવાનેરા વાળાએ ફરિયાદી મિતુલ પાસેથી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટ આધારે બેન્ક માથી બારોબાર લોન મેળવી ફરિયાદી ની જાણ બહાર નવ સ્કૂટરોની ખરીદી કરી છેતરપીંડી આચરી હતી.જે અંગે મિતુલ ને જાણ થતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તપાસના અંતે શાહરૂખ તથા મોહસીન ની ધરપકડ કરી તેનાં કબ્જા તળેથી નવ સ્કૂટર કિંમત રૂ,૫,૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.